જમીન પચાવી પાડતા મહિલાએ પીએમ, સીએમને ઉદ્દેશીને આત્મવિલોપનની ચીમકી આપી

0
10

રાજકોટ,
શહેરના કુવાડવા રોડ પર શિવશÂક્ત પાર્કમાં રહેતા પ્રેમીબેન ટપુભાઇ પરસાણા નામની મહિલાએ ઁસ્, ઝ્રસ્ને ઉદ્દેશીને આત્મ વિલોપનની ચીમકી આપી છે. તેણીના ભાઇઓ મુળજીભાઇ ટપુભાઇ પરસાણા, ધીરૂભાઇ પરસાણા, હરિભાઇ પરસાણા અને તેમના દીકરાઓએ અંદાજે રૂ.૧૦૦ કરોડની વારસાઇ જમીનમાં બીજાના અંગૂઠાના આધારે પચાવી પાડી છે. અને તંત્રના ઉચ્ચ અધિકારીઓને લાંચ આપી બિનખેતી કરાવવા કારસો ઘડ્યો હોવાથી આવતીકાલે કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વડાપ્રધાન અને મુખ્યમંત્રીને ઉદ્દેશીને કરાયેલી આ લેખિત રજૂઆતમાં તેણીએ જણાવ્યું હતું કે, મારા ભાઇઓએ અગાઉ ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા અરજી કરી હતી. જેમાં પોતે વાંધો રજૂ કર્યા હતા. અને સૂચિત સોસાયટીમાં બાંધકામ હોય, સિવિલ કોર્ટમાં કેસ પેન્ડંગ, ટીપી મુજબ રેકોર્ડમાં વિસંગતતા અને જમીન બાંધકામને નડતર વૃક્ષો જેવા કારણોસર બિનખેતીની અરજી ગ્રાહ્ય રાખી ન હતી. આમ બિનખેતીની અરજી બબ્બે વખત ગ્રાહ્ય ન રખાયા બાદ હાલના અધિકારીઓ દ્વારા તેને બિનખેતીમાં ફેરવવા નિર્ણય કરાયો છે. જેના વિરોધમાં તા.૧૪ના રોજ બપોરે ૧૨ વાગ્યે કલેક્ટર કચેરી ખાતે આત્મ વિલોપન કરવાની ચીમકી તેણીએ ઉચ્ચારી છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY