ન્યુ દિલ્હી,તા.૯
ફરીથી સત્તાનાં સમીકરણ ગોઠવવા માટે ભાજપે હવે આગામી તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રમાં કમળ ખીલવવા માટે ઉત્તરપ્રદેશમાં જીત હવે જરૂરી છે. એટલે જ પ્રધાનમંત્રી મોદીએ આરંભ્યું છે મિશન ઉત્તરપ્રદેશ. આવનારા ૨૦ દિવસોમાં તેઓ ચાર વખત ઉત્તરપ્રદેશ જશે અને વિવિધ યોજનાનું શિલાન્યાસ કરશે. પરંતુ આ મુલાકાતનો મુખ્ય હેતુ ભાજપની જીતનો પાયો નાખવાનો છે.
૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય સફળતા મળી છે. ત્યારે હવે ફરી એક વાર સત્તામાં આવવા હાથ ધર્યું છે મિશન ઉત્તરપ્રદેશ. ગત સપ્તાહે મગહર ગયા બાદ ફરી એક વાર પ્રધાનમંત્રી મોદી ઉત્તરપ્રદેશનાં આંગણે જઇ રહ્યાં છે. તો એ આવનારા ૨૦ દિવસમાં ચાર વખત ઉત્તરપ્રદેશ જશે.
કહેવાય છે કે દિલ્હીની ગાદીનો માર્ગ ઉત્તરપ્રદેશથી પસાર થાય છે એટલે કે ઉત્તરપ્રદેશમાં જેટલી વધુ બેઠકો મળે તેટલી સરકાર બનાવવામાં આસાની રહે છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઉત્તરપ્રદેશમાં ૮૦માંથી ૭૧ બેઠકો મળી હતી. તો વિધાનસભાની ચૂંટણીમાં પણ ૪૦૩માંથી ૩૧૨ બેઠકો મળી છે. પરંતુ ચાલુ વર્ષે થયેલી પેટા ચૂંટણીમાં ભાજપને ફટકો પડ્યો છે.
યોગી આદિત્યનાથનાં ગઢ સમાન ગોરખપુર બેઠક તેમજ ફુલપુર લોકસભા બેઠક પર કારમી હારનો સામનો કરવો પડ્યો એટલે ઉત્તરપ્રદેશની બાજી ભાજપનાં હાથમાં હવે નથી રહી. જેથી હવે ફરીથી ઉત્તરપ્રદેશમાં રાજકીય મેદાન મારવા માટે ખુદ પ્રધાનમંત્રીએ જ પ્રચારની લગામ સંભાળવી પડી.
લોકસભાની ચૂંટણી પહેલા મહાગઠબંધનનાં નામે વિપક્ષો એક થવાનાં પ્રયાસમાં છે. તો બીજી તરફ નીતિશ કુમાર પણ બિહારમાં બેઠકો મામલે વિવાદ ઉભો કરશે. દક્ષિણ ભારતમાં કર્ણાટક હાલ ત્નડ્ઢજી અને કોંગ્રેસનાં પ્રભુત્વ હેઠળ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






