મોનસુનની સિઝન જામી રહી છે. આવી સ્થિતિમાં જુદા જુદા પ્રકારના ઇન્ફેક્શન ફેલાય છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થાય છે. જેના લીધે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે પ્રમાણમાં રહે તે જરૂરી છે. મોનસુનની સિઝન તીવ્ર ગરમીથી ચોક્કસપણે રાહત આપે છે. પરંતુ કેટલીક બિમારી પણ મોનસુનમાં ફેલાય છે. બદલાતી સિઝનમાં સૌથી વધારે વાયરલ તાવ, શરદી ગરમી અને ફ્લુની તકલીફ જાવા મળે છે. બાળકો અને મોટી વયના લોકો સૌથી પહેલા શિકાર થાય છે. કારણ કે તેમની રોગપ્રતિકારક ક્ષમતા સૌથી ઓછી હોય છે. પરંતુ જા ખાવા પીવાની બાબતમાં ધ્યાન રાખવામાં આવે તો તમામ પ્રકારની તકલીફોથી બચી શકાય છે. આ સિઝનમાં આવનાર કેટલીક સિઝનલ ફળફળાદીને ધ્યાનમાં લેવામાં આવે તો ફાયદો થાય છે. આ ફળફળાદીનો ઉપયોગ કરીને બિમારીથી બચી શકાય છે. મોનસુનની સિઝનમાં જાબું, લીચી, અનાર અને ચેરી જેવી ચીજાનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરી શકાય છે. જાંબુની વાત કરવામાં આવે તો તેમાં અનેક પોષક તત્વો રહેલા છે. પાચનતંત્રને મજબુત કરવામાં તેની ભૂમિકા હોય છે. જાંબુ ખાવાથી પેટ સાથે જાડાયેલી કેટલીક બિમારી દુર થાય છે. જેથી મોનસુનની સિઝનમાં તેને સૌથી સારા ફળ તરીકે ગણવામાં આવે છે. તે ડાયાબિટીસમાં રાહત આપવાની સાથે સાથે કેન્સરથી રક્ષણ મેળવી લેવામાં પણ મદદરૂપ હોય છે. સાથે સાથે પથરીની રોકથામમાં પણ જાબુંની ભૂમિકા રહેલી રહેલી છે. તેના બીયાને બારીક પીસીને પાણી અથવા તો દહીની સાથે લેવાથી સીધો ફાયદો થાય છે. ચેરી પણ મોનસુનની સિઝનમાં ઉપયોગી સાબિત થાય છે. ચેરીની છોળમા પણ કેટલાક તત્વો રહેલા છે. જેમાં પોલીફિનોલિક પ્લેવોનાયડ જેવા એન્ટી ઓક્સીડેન્ટ તત્વો હોય છે. તેમાં કાર્બોહાઇડ્રેટ , વિટામિન-એ, બી, અને સીનુ પ્રમાણ હોય છે. સાથે સાથે બીટા કેરોટીન, કેÂલ્શયમ, લોહ , પોટેશિયમ , ફોસ્ફોરસનુ પ્રમાણ પણ પુરતા પ્રમાણમાં હોય છે. જે અમારા શરીર માટે ખુબ ઉપયોગી સાબિત થાય છે. લીચીની વાત કરવામાં આવે તો તેમા કાર્બોહાઇડ્રેટ, વિટામિન-સી, વિટામિન-ે અને બી કોમ્પ્લેક્સ ભરપુર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તેમાં પોટેશિયમ, કેÂલ્શયમ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ અને આયરન જેવા તત્વો હોય છે. જે મોનસુનમાં થનારી બિમારીમાં અસર કરે છે. ફાયદો પહોંચાડે છે. અનાર પણ મોનસુનની સિઝનમાં ઉપયોગી થાય છે. તેમાં ફાઇબર, વિટામિન-સી અને કે હોય છે. તેમાં રહેલા એન્ટી ઓÂક્સડેન્ટસ રોગ પ્રતિકારક ક્ષમતાને વધારી દે છે. તે ધમનીને સખ્ત થતા રોકે છે. સાથે સાથે ચહેરાની ચમકને વધારી દે છે. દરરોજ એક ગ્લાસ અનાર જ્યુસ પીવાની Âસ્થતીમાં જાડની તકલીફને પણ દુર કરે છે. જાણકા નિષ્ણાંતો કહે છે કે મોનસુનના પ્રથમ વરસાદમાં પલડવાનું તમામ લોકોને ખૂબ પસંદ છે પરંતુ આ સિઝનમાં ખાસ પ્રકારની સાવચેતી રાખવાની જરૂર પડે છે. કારણ કે આ સિઝનમાં ઇમ્યુનિટી પાવર અથવા તો રોગપ્રતિકારક શÂક્ત ઘટી જાય છે. રોગપ્રતિકારક શÂક્ત ઘટી જવાના કારણે ઘણી બીમારી ઘેરી લે છે. વરસાદની સિઝનમાં બિમારીઓ પણ ફેલાઈ જાય છે. શરીરમાં સરળતાથી બિમારીઓ લાગુ પડવાથી તકલીફોનો સામનો કરવો પડે છે. મોનસુન સિઝનમાં બિમારીઓથી બચવા માટે ઘણા પ્રયાસો જરૂરી બની જાય છે. ઇમ્યુનિટી પાવરને વધારવા માટે સાવચેતીના તમામ પગલાં લેવાની સલાહ તબીબો આપે છે. મોનસુન દરમિયાન મલેરિયા, કોલેરા, ટાઈફોઈડ જેવી બિમારી ફેલાઈ જાય છે. આ ઉપરાંત શરદી, ખાસી અને વાયરલ ઇન્ફેક્શના હુમલાઓ પણ તીવ્ર બની જાય છે. આવી Âસ્થતિમાં સાવચેતીના પગલાં લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. વરસાદની સિઝનમાં પ્રદૂષિત પાણીમાં પલડવાથી પગમાં ઇન્ફેક્શન પણ થઈ જાય છે. ડાયાબિટીસવાળા દર્દીઓને આ સિઝનમાં વધારે ધ્યાન રાખવાની જરૂર પડે છે. ડાયાબિટીસના દર્દીઓને પગ પાણીમાં પલડવા દેવા જાઈએ નહીં. ઇમ્યુનિટી પાવર વધારનાર કેટલાક ઉપાય પણ છે જેનાથી શરીરને વધારે મજબૂત અને સ્વસ્થ રાખી શકાય છે. ચોખ્ખા અને ઘંઉથી બનેલી હળવી ચીજવસ્તુઓ ખાવામાં ઉપયોગમાં લેવી જાઈએ. શાકભાજીમાં શુપનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. પાણી ગરમ કરીને પીવામાં આવે તે જરૂરી છે. પાણીને ઢાંકીને રાખવાની સલાહ નિષ્ણાંતો અને તબીબો આપી રહ્યા છે. ચણાનો ઉપયોગ કરવાથી પણ ફાયદો થાય છે. દિવસના સમયમાં વધારે ઊંઘવાની ટેવ ન પાડવી જાઈએ. આ
ઉપરાંત તાપમાં બહાર નીકળવાની બાબત પણ ટાળવી જાઈએ. એસીના રૂમમાં ભીના વાળ સાથે ક્યારેય જવું જાઈએ નહીં. શરીરમાં પાણીનું પ્રમાણ ન ઘટે તે બાબત ઉપર ખાસ ધ્યાન આપવું જાઈએ. આ બાબતો અને સાવધાનીથી મોનસુન સિઝનમાં સ્વસ્થ રહી શકાય છે તથા જુદા જુદા પ્રકારના ઇન્ફેક્સનથી બચી શકાય છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




