ઘોર બેદરકારી ! મોરબીના ઓદ્યોગિક વિસ્તારમાં ભૂગર્ભ લાઈન બંધ છતાં બને છે સિમેન્ટ રોડ

0
8

તંત્ર ફરજ ચુક્યું તો વેપારીઓએ જાગૃતતા દાખવી વેપારી અને કારખાનેદાર એસોએ કરી કલેકટરને રજૂઆત

મોરબીના ઓદ્યોગિક વિસ્તાર એવા લાતીપ્લોટમાં પાલિકા દ્વારા સિમેન્ટ રોડ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે જોકે આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર બંધ હોય જેથી ભૂગર્ભની કામગીરી બાદ રોડ બનાવવા વેપારીઓ માંગ કરી રહ્યા છે.

વેપારી અને કારખાનેદાર એસો દ્વાર જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે જેમાં આવેદનપત્રમાં વેપારીઓએ જણાવ્યું છે કે મોરબીના ઓદ્યોગિક વિસ્તાર એવા લાતીપ્લોટ શેરી નં ૦૨ જેમાં પૃથ્વીરાજ પ્લોટમાં હાલ નગરપાલિકા દ્વારા સિમેન્ટ રોડનું કામ કોન્ટ્રાકટરને આપેલ છે અને રોડનું કામ ચાલી રહ્યું છે આ વિસ્તારની ભૂગર્ભ લાઈન લગભગ ૧૫ વર્ષ પૂર્વે નાખેલી હોય જે વર્ષોથી બંધ છે અને કુંડીઓ પણ બંધ હાલતમાં છે જેથી ભૂગર્ભ લાઈન રીપેરીંગ અથવા નવી લાઈન બાદ રોડનું કામ થાય તે જરૂરી છે.

અન્યથા ભૂગર્ભ વિના પાણીનો નિકાલ કેવી રીતે થશે અને ગંદા પાણી રોડ પર ભરાયેલા જ રહેશે ત્યારે ભૂગર્ભ કામગીરી અને રીપેરીંગ કર્યા બાદ સીસી રોડ નું કામ કરવામાં આવે તેવી માંગ વેપારીઓએ કરી છે.

રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબી ૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY