પત્નીએ લિવરનું દાન આપ્યુ છતાં પતિની જિંદગી ન બચી

0
10

મોરબી,તા.૧૯
નારી તું નારાયણી.કહેવાય છે મોતના મુખમાં ધકેલાતા પતિને બચાવવા પત્ની પોતાનું જીવન પણ હોડમાં મૂકી દે છે.પરંતુ મોરબી જિલ્લામાં માથક ગામના એક હદયદ્રવક કિસ્સામાં કમળા અને લીવરની બીમારીથી પીડાતા પતિને મોતના મુખમાંથી ઉગારવા પત્નીએ લીવર આપી દીધું હતું. પરંતુ કુદરતને કદાચ આ વાત મંજુર ન હોય તેમ થોડા દિવસોમાં પતિનું મોત નિપજતા પત્ની પર આભ તૂટી પડયું છે.
મોરબી જિલ્લાના માથક ગામની કરુંણ દાસ્તાનની વિગતો જાઈએ તો માથક ગામે રહેતા અત્યંત ગરીબ પરિવારના યુવાન પુત્ર ઉદયભાઈ હરજીવનદાસ શુક્લ છેલ્લા એક વર્ષથી કમળો અને લિબરની બીમારીથી પીડાતા હતા.મોત સામે ઝઝૂમતા પતિને બચાવવા માટે કર્તવ્ય પરાયણ પત્ની જયાબેન તેમનાથી બનતું તમામ કરી છૂટયા હતા અને રાતદિવસ જાયા વગર પતિની ખૂબ ન કાળજીપૂર્વક સેવાચાકરી કરતા હતા. દરમ્યાન ડોકટરે તેંમના પતિનું નિદાન કરી જણાવ્યું હતું કર, તેમના પતિનું લીવર ખરાબ થઈ ગયું હોવાથી લીવર બદલવું પડશે. આ વાત જાણી પત્ની જયાબેન પતિને જીવતદાન આપવા માટે જરાય વિલંબ કર્યા વગર પોતાના શરીરનું મહત્વનું અંગ લિવરનું દાન તૈયાર થઈ ગયા હતા અને પતિવ્રતા નારીએ પતિને લિવરનું દાન કર્યું હતું.
લિવરનું દાન કરવાથી પતિને જીવતદાન આપ્યાની ખુશી તેમના મનમાં ખુશી સમાતી ન હતી. પરેતું આ ખુશી કદાચ કુદરતને ગમી ન હોય તેમ લીવર આપ્યાના સાત દિવસમાં કાળએ પતિને છીનવી લીધો હતો. મહત્વનું શરીરનું અંગ આપ્યા છતાં પણ પતિનું મોત નિપજતા તેમની અર્ધાગીનીએ હૈયાફટ આક્રંદ કરી મુકિયું હતું.આ કરુણ બનાવથી નાના એવા માથક ગામે ભારે શોકવ્યાપી ગયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY