મોરબી,તા.૧૯
કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં દેશના વીરોની શહાદત બાદ સમગ્ર દેશ શહીદો અને તેના પરિવાર સાથે ઉભો છે અને દેશભરમાંથી પાકિસ્તાન પાસે બદલો લેવાની માગ બુલંદ થઇ રહી છે તો ઉદ્યોગપતિઓ, વેપારીઓ આર્થિક સહાય કરી રહ્યા છે ત્યારે મંગળવારે મોરબી જીલ્લાના હળવદની નાલંદા વિદ્યાલયના ૭૫થી વધુ વિદ્યાર્થીઓએ મુંડન કરાવ્યુ હતુ.
શહીદોની સ્મૃતિમાં વિદ્યાર્થીઓએ મુંડન કરાવ્યુ હતુ અને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ પાકિસ્તાન પ્રત્યે રોષ પ્રગટ કર્યો હતો અને સરકાર આતંકીઓ તેમજ આતંકીઓને મદદ કરનાર પાકિસ્તાનને સબક શીખવે તેવી માગ કરી હતી. વીર જવાનોની શહાદતને દેશવાસીઓ સલામી આપી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓએ મુંડન કરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




