એસન્ટ કાર અને ૪૦૦૦ રૂપિયા જપ્ત કરાયા
મોરબીના ઝીકીયારી ગામના કાકા-ભત્રીજા સહીત ત્રણને હનીટ્રેપમાં ફસાવી દોઢ લાખની માંગણી કરવા મામલે થયેલી ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસ જવાન અને મહિલા સહીત પાંચ આરોપીને ઝડપી લેવાયા છે
મોરબીના ઝીકીયારી ગામે ત્રણ યુવાનોને લલનાના મોહજાળમાં ફસાવી તેના કપડા ઉતરાવી મોબાઈલમાં વિડીયો બનાવી બાદમાં દોઢ લાખ ના આપે તો વિડીયો વાયરલ કરી દેવાની તેમજ બળાત્કાર કેસમાં ફીટ કરવાની ધમકી આપી ૪૦૦૦ રૂપિયાની લૂંટ કરી માર મારવામાં આવ્યો હતો જે મામલે ભોગ બનનારે કરેલી ફરિયાદ બાદ કેસની તપાસ ઇન્ચાર્જ સીપીઆઈ આર જે ચૌધરીની ટીમ દ્વારા ચલાવવામાં આવી રહી હોય જેમાં હનીટ્રેપના આરોપી મુકેશ ભગવાનજી સીણોજીયા (ઉ.વ.૪૬) રહે દેવીપુર તા. હળવદ, મુઝ્ઝફર ઇકબાલ લોલાડીયા ઘાંચી (ઉ.વ.૨૮) રહે હળવદ, એજાજ હનીફ કગથળા ઘાંચી (ઉ.વ.૨૫) રહે હળવદ, હળવદ પોલીસ કર્મચારી દિવ્યરાજસિંહ રઘુવીરસિંહ ઝાલા (ઉ.વ.૨૭) અને વસંતબેન જગદીશભાઈ ચાવડા (ઉ.વ.૩૦) રહે ચરાડવા હળવદ એમ પણ આરોપીને ઝડપી લઈને બનાવમાં લૂંટમાં ગયેલ ૪૦૦૦ રૂપિયા તેમજ ગુન્હામાં વપરાયેલ એસન્ટ કાર નં જીજે ૦૩ સી ૪૬૩૩ કબજે લઇ આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે
રક્ષક જ ભક્ષક બન્યો, જીલ્લા પોલીસ માટે શરમજનક કિસ્સો
ત્રણ યુવાનોને હનીટ્રેપમાં ફસાવી રૂપિયાનો તોડ કરતી ટોળકીમાં હળવદ પોલીસ કર્મચારીની સંડોવણી પણ ખુલી છે અને આરોપી દિવ્યરાજસિંહ ઝાલાને પોલીસે ઝડપી લીધો છે જોકે રક્ષક જ ભક્ષક બન્યા છે તે વધુ એક વખત સાબિત થયું છે તો આ કિસ્સો મોરબી જીલ્લા પોલીસ માટે પણ શરમજનક બની રહ્યો છે અને અન્ય કોઈ ખાખીધારી ગોરખધંધામાં સંડોવાયેલ છે કે કેમ તેની પણ તપાસ કરવી જરૂરી બની છે.
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




