સાદુળકા ખાતે આવેલી સર્વોપરી સંકુલમાં તારીખ – 23 માર્ચ 2019 શાહિદ દિવસ નિમિત્તે વર્ષીકોત્સવ “સ્પંદન 2019” યોજાયો હતો. જેમાં 561 થી પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા 22 જેટલી અલગ અલગ થીમ પર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં દેશભક્તિ થીમ, બેટી બચાવો, શિક્ષા અભિયાન, ગુજરાતી વારસો જેવા વિષયોની ભવ્યાતિભવ્ય રજૂઆત કરવામાં આવી હતી. તેમજ 67 વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને 237 વિદ્યાર્થીઓ ને રમત ગમત માટે મેડલ્સ રૂપી ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પંદન 2019 ને 3700 થી પણ વધુ લોકોએ પ્રત્યક્ષ તથા 3000 થી પણ વધુ લોકોએ ફેસબૂક અને યુટ્યુબના માધ્યમથી નિહાળ્યો હતી. આ કાર્યક્રમની ભવ્ય સફળતા પાછળ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી તે બદલ સર્વોપરી સંકુલના એમ. ડી. શ્રી દિલીપભાઈ ગઢીયાએ તમામનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




