મોરબી એ ડીવીઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરની વીસીહાઈસ્કૂલ નજીકથી એક ઈસમને દેશી તમંચા સાથે ઝડપી લઈને મુદામાલ કબજે લીધો છે તેમજ આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી આરોપીની વધુ પૂછપરછ ચલાવી છે.
મોરબી સીટી એ ડીવીઝન પીઆઈ આર.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.વી. ઝાલા, નારણભાઈ છૈયા, સંજયભાઈ રાઠોડ, જયદીપસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, રવિરાજસિંહ ઝાલા, શેખાભાઈ મોરી, ભરતભાઈ ખાંભરા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન મળેલી બાતમીને આધારે વીસી હાઈસ્કૂલ પાછળ બજરંગ અખાડા નજીક રીક્ષા સ્ટેન્ડ પાસેથી આરોપી ભગતસિંગ ઉર્ફે રાહુલ પ્રતાપભાનુ નિષાદ (ઊવ ૨૦) રહેલ હાલ સોના ફિલ્ડ કારખાનાની ઓરડીમાં જુના ઘૂટું રોડ મૂળ યુપી વાળા પાસેથી લાયસન્સ વગર દેશી બનાવટનો તમંચો કીમત ૧૦,૦૦૦ મળી આવતા આરોપીને ઝડપી લઈને દેશી તમંચો, મોબાઈલ સહિતનો મુદામાલ કબજે લઈને આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર મોરબી રાહુલ નગવાડિયાજંગ એ ગુજરાત૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




