રણજીતગઢ હરિકૃષ્ણ ધામ ખાતે રામનવમીના પાવન અવસરે ૨૩૮ મો પ્રાગટ્યત્સોવ ઉજવાયો

0
33

ભગવાન શ્રી સ્વામી નારાયણની ચરણરજથી પ્રસાદીભુત થયેલાં હળવદના રણજીતગઢ હરિકૃષ્ણ ધામ ખાતે આજે રામનવમીના પાવનકારી અવસરે ૨૩૮મો શ્રી ઘનશ્યામ મહારાજ પ્રાગ્ટયત્સોવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી.જેમાં વિવિધ કાર્યક્રમોમા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડયા હતાં અને નિલકંઠવર્ણીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

હળવદ માળિયા હાઈવે પર આવેલા હરિકૃષ્ણ ધામ રણજીતગઢ ખાતે આજે રામનવમીના પાવનકારી અવસરે ઘનશ્યામ મહારાજનો ૨૩૮મો પ્રાગ્ટયત્સોવ પ્રસંગે ૯ કલાકની અખંડ ધુન તેમજ જપયક્ષનુ આયોજન કરવામાં આવ્યું છે.પ.પુ.ધ.ધુ ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજ કૌશલૈન્દ્ર પ્રસાદજીના રૂડા આશીર્વાદ તથા પ.પુ અક્ષર નિવાસી વિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણાથી તેમજ પ.પુ તપોમુર્તિ ભક્તિહરીદાસજી સ્વામીના કલ્યાણકારી સાનિધ્યમાં હળવદના હરિકૃષ્ણ ધામ રણજીતગઢ ખાતે આજે શ્રી સ્વામી નારાયણ જયંતિ પ્રસંગે સવારે ૭ થી૧૨ સુધી હોમાત્મક મહાપુજા યજ્ઞ તેમજ ૧૨ થી ૯ સુધી અખંડ ધુન અને રાત્રે ૮ થી ૧૦ સુધી આશિર્વચન સાથે પ્રસંગિક પ્રાગટ્ય કથારસ પિરસવામા આવશે.આજના રામનવમીના પાવન અવસર પર રાત્રે ૧૦:૧૦ વાગે ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ અને પારણીયા ઉત્સવ ઉજવવામાં આવશે જેમાં દિવ્ય રાસોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે
બાઈટ
મહંત સ્વામી

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY