કોંગ્રેસ સત્તામાં આવશે તો રદ કરી દેશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

0
12
કોંગ્રેસી નેતાના મતે પ્રોજેક્ટ આર્થિક રીતે વ્યવહારુ નથી
– ચાર વર્ષમાં પ્રોજેક્ટ કોસ્ટ બમણી કેવી રીતે થઈ શકે

જાપાનના સહયોગમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જોકે આ પ્રોજેક્ટના અમલ માટે જમીન સંપાદન કરવામાં મુશ્કેલીઓ પણ આવી રહી છે. આમ છતાં સરકાર તેના પર આગળ વધવા કટિબધ્ધ છે. જોકે આ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ ચોંકાવનારી વાત કહી છે. કોંગ્રસના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે કહ્યું છે કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો મહારાષ્ટ્ર અને અમદાવાદના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને રદ કરી દેવાશે. તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ આર્થિક રીતે પણ વ્યવહારુ નથી. કોંગ્રેસ પાર્ટી તો આ પ્રોજેક્ટમાં મહારાષ્ટ્ર રાજ્યની ભાગીદાવી વધારીને 250 કરોડ કરવાના પ્રસ્તાવનો પણ વિરોધ કરી રહી છે.જ્યારે યુપીએ સરકારે આ પ્રોજેક્ટનો અભ્યાસ કર્યો ત્યારે તેની પાછળ 65000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ હતો. જે હવે વધીને 95000 કરોડ છે અને જ્યારે જાપાન સાથે કરાર થયા ત્યારે આ ખર્ચ 1.10 લાખ કરોડ દર્શાવાયો છે. માત્ર ચાર વર્ષમાં ખર્ચ ડબલ કેવી રીતે થાય…મુંબઈથી અમદાવાદનુ ભાડુ 13000 રૃપિયા હશે. ચૌહાણનુ કહેવુ છે કે આ આંકડા બતાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારની ગરબડ છે.જાપાનના વડાપ્રધાનનો ભારત પ્રવાસ પહેલેથી નક્કી નહોતો. બુલેટ ટ્રેન માટે કરાર પર એટલે સહીઓ થઈ છે કે તેનાથી જાપાનના પીએમ એબે અને મોદી બંનેને ફાયદો છે કારણકે એબે જાપાનમાં અને ભાજપ ગુજરાતમાં ચૂંટણીનો સામનો કરી રહ્યુ હતુ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY