મુંબઈ,તા.૮
સલમાન ખાનનો પોપ્યુલર શો બિગ બોસ ૧૨ને શરૂ થવામાં હવે થોડાક દિવસ જ બાકી રહી ગયા છે. ગોવામાં તેની ભવ્ય લોંચિંગ કરવામાં આવી છે. જોકે આ વખતે ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. પરંતુ એક મહત્વનો બદલાવ દરેક બિગબોગ જોનારા લોકો માટે જાણવું જરૂરી છે.
આ બદલાવમાં હવે વિકેન્ડમાં બિગ બોસ રાત્રે ૯ વાગ્યે આવશે. જ્યારે પહેલા તે રાત્રે ૧૦.૩૦ વાગ્યે આવતું હતું. કલર્સ ચેનલના સીઇઓ રાજ નાયકે આ અંગે જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે ઈન્ડિયાના સૌથી મોટા રિઆલીટી શો બિગ બોસની આ સીઝન રાત્રે ૯ વાગ્યે ટેલીકાસ્ટ થશે.
બિગ બોસ આગામી સીઝમાં ૬ જોડી ભાગ લઇ રહી છે. જે એક ઘરમાં ૧૦૦ દિવસ સુધી ઘણા કેમેરાની દેખરખમાં રહેશે. સલમાને કહ્યું શોમાં મજેદાર જોડી આવશે અને તેનાથી મજેદાર અમારી ક્રિએટીવ ટીમના લોકો છે. જે કોશિશ કરશે કે જોડીને અલગ કરે. જેથી જોડી કેટલી પણ યોજના બનાવે કે ગમે તે વાતો કરે. તેમની પાસે દરેક સમયે માઇક્રોફોન પણ રહેશે. દરેક વાત સાંભળી શકાય છે. તેમજ ૨૪ કલાક કેમેરા ચાલે છે. તેની પર દેખરેખ રાખનારા લોકો ત્રણ શિફ્ટમાં કામ કરે છે. બિગબોસ સિઝન ૧૨ ૧૬ સપ્ટેમ્બરથી કલર્સ ચેનલ પર ચાલું થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




