
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લામાં પ્રવેશતા પર પ્રાંતીય વિદેશી દારૂ બાબતે હાઇવે ઉપર વોચ રાખી, બાતમીઓ મેળવી, પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા તથા દેશી વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને પ્રોહીબિશન ના કેસો શોધી કાઢી, દેશી વિદેશી દારૂના ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમારને એ.એસ.આઇ કેતનભાઈમારફતે બાતમી મળેલ કે, ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે આરોપી કાઠીદરબાર અશોકભાઈ નાજભાઇએ પોતાના મો.સા મા સંતાડેલ છે અને તેમાંથી કાઢીને વેચાણ કરે છે.
ચોંટીલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફના પો.હેડ.કોન્સ ફારુકભાઈ તથા પો.કોન્સ. વિભાભાઈ ગાગજીભાઈ, દેવરાજભાઈ મગનભાઈ ,નરેશભાઈ સુરભાઈ સહિતની ટીમ દ્વારા ચોટીલા ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે આરોપી અશોકભાઈ નાજભાઇ કાઠીએ પોતાના મો.સા. મા ઇંગ્લિશ દારૂ જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ 04 કુલ કિંમત રૂ. 1600/- તથા મોબાઇલ નંગ 1 કિ રૂ.500/- તથા બજાજા કંપની નું પલ્સર મો.સા. કિ રૂ.12000 ને કુલ કિ રૂ.14100/-ના મુદ્દામાલ* પકડી પાડવામાં આવેલ છે. આ પ્રોહીબિશનની રેઇડ દરમિયાન આરોપી અશોકભાઈ નાજભાઈ કાઠી દરબાર હાજર મળી આવેલ ._
આ આરોપી વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનના , એ.એસ.આઇ. કેતનભાઈ ચાવડા દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
ચોટીલા પોલીસ દ્વારા આ વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવેલ હતો અને કોને પહોંચાડવાનો હતો..? અન્ય કોણ કોણ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે..? નાસી ગયેલ આરોપી બીજા કોઈ પોલીસ સ્ટેશનના ગુન્હાઓ માં વોન્ટેડ કે પકડવાના બાકી છે કે કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓસર તપાસ હાથ ધરી, ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઇન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા પકડાઈ ન ગયેલ દિલીપભાઈ ઉર્ફે દીપો બાવકુભાઈ ધાંધલ પકડી પાડવા ચક્રો ગતિમાન કરી, વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર દિપકસિંહ વાઘેલા
લીંબડી
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




