આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વન-ડેઃ વિરાટ સેના સિરિઝ જીતવા ઉતરશે

0
8

માઉન્ટ મોંગોની,તા.૨૭
ટીમ ઇન્ડિયા આવતીકાલે ન્યૂઝીલેન્ડ સામે સીરીઝની ત્રીજી વનડે રમવા મેદાને ઉતરશે. સીરીઝની ત્રીજી વનડે ખાસ મહત્વની બની ગઇ છે, એકબાજુ સીરીઝ બચાવવા કીવી ટીમ કરો યા મરોનો જંગ લડવા મેદાને પડશે, તો બીજીબાજુ ટીમ ઇન્ડિયા ત્રીજી વનડે જીતીને વિરાટને વિદાય આપવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે, ચોથી અને પાંચમી વનડેમાંથી કેપ્ટન વિરાટને આરામ આપવામાં આવ્યો છે. અહીં મેચ ક્યારે ને ક્યાંથી રમાશે તેની માહિતી આપવામાં આવી છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ આવતીકાલે ૨૮ જાન્યુઆરી, સોમવારે પાંચ વનડે મેચોની સીરીઝની ત્રીજી વનડે મેચ છે, જે ન્યૂઝીલેન્ડના માઉન્ટ મોઉનગુઇના બે ઓવલ મેદાનમાં રમાશે. ત્રીજી વનડે ભારતીય સમયાનુસાર સવારે ૭.૩૦ વાગે શરૂ થઇ જશે.
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાદવ, દિનેશ કાર્તિક, વિજય શંકર, શુભમન ગિલ, યૂજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, ખલીલ અહેમદ, રવિન્દ્ર જાડેજા.
ન્યૂઝીલેન્ડ ટીમઃ કેન વિલિયમ્સન (કેપ્ટન), રાસ ટેલર, ટામ લાથમ, માર્ટિન ગપ્ટિલ, કાલિન ડિ ગ્રાન્ડહોમ, ટ્રેન્ટ બાલ્ટ, હેનરી નિકોલ્સ, ડગ બ્રેસવેલ, લાકી ફર્ગ્યૂસન, મેટ હેનરી, કાલિન મુનરો, ઇશ સોઢી, મિચેલ સેન્ટનર, ટિમ સાઉથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY