ગોંડલ,તા.૧૮
હાલ અછતનો સામનો કરી રહેલા ગુજરાતમાં દિવસેને દિવસે ખેડૂતોની સ્થિતિ કફોડી બની રહી છે. તાજેતરમાં રાસાયણિક ખાતરોમાં થયેલા ભાવ વધારાથી લઈ લસણના તળિયે ગયેલા ભાવો સુધી જગતના તાત માથે ઘાત આવી પડી છે. જેને પગલે સમગ્ર રાજ્યના ખેડૂતો ઉગ્ર બનીને દેખાવો કરી રહ્યા છે. આજે ગોંડલ તાલુકાના મોવિયા ગામે મોંઘવારી અને પાક વીમા પ્રશ્ને ખેડૂતોએ પૂતળા દહન કાર્યક્રમ કર્યો હતો. જા કે મોંઘવારીના પૂતળા દહન કાર્યક્રમ યોજાઇ તે પહેલા જ પોલીસે ૯ જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી.
પોલીસે જમનભાઈ રૂગનાથભાઈ કાલરીયા, વાઘજીભાઈ વીરજીભાઈ પડાળીયા, શૈલેષ હિરજીભાઇ ઠુંમર, વિનોદભાઈ મોહનભાઈ કાલરીયા, હંસરાજ મનજીભાઈ કણસાગરા, સુભાષ કાલરીયા તેમજ અન્ય ત્રણની અટકાયત કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






