ભારતને રમત રમવા વાળો દેશ બનાવવાનો મારો લક્ષ્યઃ તેંડુલકર

0
6

મુંબઈ,તા.૪
ક્રિકેટના ભગવાન ગણાતા એવા દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે ભારત રમત પ્રેમીની જગ્યાએ એવો દેશ બને જે રમત સ્પર્ધામાં મોટા પ્રમાણમાં ભાગ લે. દક્ષિણ ગોવા જિલ્લામાં એક કાર્યક્રમમાં ભાગ લેતા તેંડુલકરે કહ્યું કે,‘મે ઘણી વખત કહ્યું છે કે ભારત રમતથી પ્રેમ કરનાર દેશ છે પરંતુ રમવાવાળો નથી. તેથી મારો લક્ષ્ય છે કે ભારતને રમત રમવા વાળો દેશ બનાવું.’
ઉપરાંત માસ્ટર બ્લાસ્ટરે કહ્યું કે,‘લોકોએ તેમના સ્વાસ્થ્ય માટે હમેશાં જાગૃત રહેવું જાઈએ. જ્યારે વાત સ્વાસ્થ્યની હોય તો તેમાં હમેશાં સુધારની ગંજાઇશ હોય છે પરંતુ આંકડા એવું નથી કહેતા. આમાં સુધારની ઘણી ગુંજાઇશ રહે છે. હું આ સંદેશ બધાને આપવા માંગુ છું.’ અનેકો રેકોર્ડ પોતાના નામે કરનાર આ દિગ્ગજ ખિલાડીએ આગળ જણાવતા કહ્યું કે,‘હવે બાળકોના માતા-પિતા ખુલા વિચારના થયા છે. તેઓ તેમના બાળકને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે પુરજાશથી સપોર્ટ કરે છે. આપણી સામે કેટલાક પ્રખ્યાત શેફ અને પ્રોફેશનલ ડાન્સર્સના ઉદાહરણ છે. ભારત ધીમે-ધીમે બદલી રહ્યો છે.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY