મુંબઈ ભારે વરસાદથી પાણીમાં ગરકાવ : રસ્તા નદીમાં ફેરવાયા

0
144

મુંબઇ,તા. ૧૦
દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. જેંથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ભારે વરસાદના કારણે લાઇફલાઈન પણ ઠપ છે. તમામ જગ્યાઓએ ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા છે. મુંબઈમાં ભારે વરસાદથી તમામ રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. કમરસુધીના પાણી ભરાઈ ગયા છે. મુંબઈ વરસાદના પાણીમાં ગરકાવ થયું છે. સેંકડો લાઈટોને પણ અસર થઇ છે. મોટી સંખ્યામાં ટ્રેનોને રદ કરવામાં આવી છે. પુર જેવી Âસ્થતિ સર્જાઈ ગઇ છે. લોકોને બચાવવા માટે તથા તેમને સુરક્ષિત બચાવવા માટે એનડીઆરએફની ટીમો સક્રિય થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં ૧૦ ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ગયો છે. ઉપનગરીય વિસ્તારોમાં આનાથી પણ વધારે વરસાદ નોંધાયો છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાઈ લાઈફલાઈનનું સંચાલન ઠપ થઇ ગયું છે. વસઇ અને વિરાર વચ્ચે લોકલ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. લોકલ ટ્રેનો પણ બંધ રાખવામાં આવી હતી. બેસ્ટની બસો પણ ખોરવાઈ ગઈ છે. મુંબઈ શહેરમાં સરેરાશ મોસમનો કુલ વરસાદ નવી ઉંચી સપાટી ઉપર પહોંચી રહ્યો છે. દહીસર, બોરીવલ્લી, મલાડ, જાગેશ્વરી, અંધેરી, શાંતાક્રઝ, માહિમ, કુર્લા, પરેલ, નાલાસોપારા, દાદર, કિંગ સર્કલ, વડાલા, ઘોટકોપર, પોવાઈ અને અન્ય જગ્યાઓ ઉપર જળબંબાકારની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. નાલાસોપારામાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ ખાબકી ગયો છે. વસઇમાં એનડીઆરએફની ટીમ ગોઠવાઈ ગઈ છે. આજે પણ યથાવતરીતે વરસાદનો દોર જારી રહ્યો હતો. સૌથી વધારે કફોડી હાલત નાલાસોપારામાં થઇ છે.છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. આજે મંગળવારના દિવસે પણ લોકોને કોઇ રાહત મળી ન હતી. સોમવારના દિવસે શહેરમાં ૨૦૧૧ બાદથી લઇને હજુ સુધી કોઇ એક મોનસુનની સિઝનમાં સૌથી વધારે વરસાદનો રિકોર્ડ નોંધાયો હતો. આજે વરસાદ જારી રહેવાના કારણે લોકોને કોઇ રાહત મળી રહી નથી. લોકલ ટ્રેન સેવાને માઠી અસર થઇ છે. સવારમાં ઓફિસ જતા લોકો જુદી જુદી જગ્યાએ અટવાયા હતા. લોકો ભારે મુશ્કેલથી ઓફિસ પહોંચી રહ્યા છે. આજે સવારે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમોમાં ઘુટણસુધીના પાણી ભરાયા છે. વડાલા વિસ્તારમાં એક કાર પાણીમાં ડુબેલી નજરે પડી છે. આની સાથે સાથે દાદર ટીટી, ગાંધી માર્કેટ, પાલઘરના નાલાસોપારામાં જળબંબાકારની Âસ્થતી રહી છે. શુક્રવાર સુધી ભારે વરસાદ પડવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. મુંબઈની લાઇફ ભારે વરસાદના કારણે રોકાઈ ગઈ છે. સતત વરસાદના કારણે પુર જેવી Âસ્થતિ સર્જાઈ ગઈ છે. ટ્રેન સેવા ખોરવાઈ ગઇ છે. વાહન વ્યવહાર ઠપ થઇ ગયું છે. સ્કુલ અને કોલેજાને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. લોકલ ટ્રેન સેવા ખોરવાતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુંબઈ સિઝનના સૌથી ભારે વરસાદથી બેહાલ છે. બે દિવસથી વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. રેલવે ટ્રેક ઉપર પણ પાણી ફરી વળ્યા છે. મુંબઈની લાઇફલાઈન સમાન ગણાતી લોકલ ટ્રેન સેવાની ગતિ બંધ જેવી થઇ ગઇ છે. કુર્લા, થાણે, અંધેરી, સાયન, માટુંગા, ધારાવી, ભિવંડી, કલ્યાણમાં માર્ગો ઉપર પુર જેવી Âસ્થતિ સર્જાઈ ગઈ છે. લોકોને ઘરમાં રહેવા માટેની સલાહ આપવામાં આવી છે. બેસ્ટ બસોના રસ્તા બદલી દેવામાં આવ્યા છે. કેટલીક બસોને બંધ પણ કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે તમામ ટ્રેનો ધીમીગતિએ દોડી રહી છે. પશ્ચિમ રેલવેએ કહ્યું છે કે, નાલાસોપારામાં ટ્રેક ઉપર ૧૮૦ મિલીમીટર સુધી પાણી હોવાના કારણે આ ટ્રેક ઉપર ટ્રેનોને રોકી દેવામાં આવી છે. ઉપનગરીય લાઇન ઉપર પણ ટ્રેનો રોકવામાં આવી છે. બાકી લાઈનો ઉપર ટ્રેન ધીમીગતિએ ચાલી રહી છે. સેન્ટ્રલ રેલવેને હજુ સુધી કોઇ અસર થઇ નથી પરંતુ થાણે અને કલવા વચ્ચે ટ્રેનના ટ્રેક ઉપર ભારે પાણી ભરાઈ ગયા છે જેથી ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ દાદર, માટુંગા, ગોરેગાંવ અને બીજા સ્ટેસનો પર ટ્રેક પરથી પાણીને દૂર કરવા હેવી ડ્યુટી પંપ લગાવવામાં આવ્યા છે. બીએમસી દ્વારા મોનસુન સિઝન પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે, વરસાદમાં આ વખતે કોઇપણ જગ્યાએ પાણી ભરાશે નહીં પરંતુ ટુંકાગાળાની અંદર જ બીએમસીની પોલ ખુલી ગઈ છે. રસ્તા પર પડી ગયેલા ગાબડા અને સાથે સાથે મોટા ભુવા જીવલેણ સાબિત
આભાર – નિહારીકા રવિયા થઇ રહ્યા છે. આગામી પાંચ દિવસ દરમિયાન અતિભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. આજે ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓએ જળબંબાકારની Âસ્થતિ સર્જાઈ ગઈ હતી. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને અન્ય જગ્યા પર લોકો અટવાયા હતા. જા કે, બચાવ અને રાહત કામગીરી ઘણા વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે. એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. મુંબઈમાં તમામ નિચાણવાલા વિસ્તારો જળબંબાકાર રહ્યા હતા. ઉપનગરીય ટ્રેન સેવાને પણ અસર થઇ હતી. હવામાન વિભાગની ચેતવણી બાદ બીએમસી દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. બસ સેવાને પણ માઠી અસર થઇ છે. સાથે સાથે મુંબઈની લાઇફલાઈન સમાન ગણાતા લોકલ ટ્રેન સેવાને પણ અસર થઇ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY