જિલ્લામાં દરેક તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.

0
205

માન. મુખ્યમંત્રીશ્રીના ‘‘તાલુકા સ્વાગત’’ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા વ્યવસ્થા ગોઠવવાની સુચનાઓ અન્વયે ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં દર માસમાં યોજાતા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લાયઝન અધિકારીશ્રીઓની નિમણૂંક કરવામાં આવી છે.

આ ઉપરાંત લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ગરીબ અને વંચિત નાગરિક પોતાનો પ્રશ્ન રજુ કરી ન્યાય મેળવી શકે તે માટે તા.૨૧-૦૮-૨૦૧૮ના રોજ જિલ્લા કલેક્ટરશ્રી, મામલતદાર કચેરી, વસો ખાતે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મામલતદાર કચેરી, મહેમદાવાદ ખાતે, પોલીસ અધિક્ષકશ્રી, મામલતદાર કચેરી, નડિયાદ ખાતે, પ્રાંત અધિકારીશ્રી, નડિયાદ મામલતદાર કચેરી, મહુધા ખાતે, નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મામલતદાર કચેરી, કઠલાલ ખાતે, નાયબ વન સંરક્ષકશ્રી મામલતદાર કચેરી, ઠાસરા ખાતે, નાયબ કલેક્ટરશ્રી, જ.સુ. અને અપીલ, નડિયાદ મામલતદાર કચેરી, માતર ખાતે, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, મામલતદાર કચેરી, ખેડા ખાતે અને નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી, મામલતદાર કચેરી, કપડવંજ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી સંચાલન કરશે તેમજ લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવશે.

ઉપરોક્ત તાલુકાઓમાં અગાઉ સબંધિત કચેરીએ પોતાની રજુઆત/ફરીયાદ કરી હોય અને નિરાકરણ આવેલ ન હોય તેવા પ્રશ્નો રજુ કરવા જાહેર જનતાને જાણ થવા વિનંતી છે. આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટર, સ્ટે.(મનાઇ હુકમ), અપીલો, માહિતી અધિકાર હેઠળની અરજીઓ, આકારણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી પેન્શન, રહેમરાહે નોકરી અને પ્રથમ વખતની અરજીને લગતી બાબતો વિગેરેનો સમાવેશ કરવામાં આવશે નહીં તેમ કલેક્ટરશ્રી, ખેડા-નડિયાદની એક અખબારી યાદી દ્ધારા જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY