નડિયાદના એસ.આર.પી.ગ્રાઉન્‍ડમાં જિલ્‍લા કક્ષાના યોગ દિવસની ઉજવણી જિલ્‍લામાં અંદાજે ૨.૭૫ લાખથી વધુ લોકો યોગાભ્‍યાસમાં જોડાયા નડિયાદ શહેર સહિત સમગ્ર ખેડા જિલ્‍લો યોગમય બન્‍યો

0
18

સમગ્ર વિશ્વમાં તા.૨૧મી જુનને હવે માત્ર વર્ષનો લાંબામાં લાંબો દિવસ તરીકે હવે યાદ રાખવામાં આવતો નથી. પરંતુ હવે આ વર્ષને છેલ્‍લા ચાર વર્ષથી સમગ્ર વિશ્વ યોગ દિવસ તરીકે યાદ રાખીને તેની ઉજવણી કરી રહયું છે. જેનો શ્રેય ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને જાય છે તેમ વિધાનસભાના મુખ્‍ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇએ કહયું હતું.

આજે ખેડા જિલ્‍લાના નડિયાદ ખાતે એસ.આર.પી. ગ્રાઉન્‍ડમાં વિશ્વ યોગ દિવસની જિલ્‍લાની કક્ષાની ઉજવણીમાં વિધાનસભાના મુખ્‍ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ, સંસદ સભ્‍યશ્રી દેવુંસિંહ ચૌહાણ, જિલ્‍લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.એન.મોદી, જિલ્‍લા પોલીસ વડાશ્રી મનિન્‍દરસિંહ પવાર સહિત જિલ્‍લા વહીવટી- પોલીસ તંત્રના અધિકારીઓ, કર્મયોગીઓ, એસ.આર.પી.ના જવાનો, સામાજીક-સેવાભાવી-ધાર્મિક-સ્‍વૈચ્‍છીક સંસ્‍થાના પ્રતિનિધિઓ, નડિયાદ શહેરના વિવિધ શાળાઓના વિધાર્થી-વિધાર્થીનીઓએ કુદરતના સાનિધ્‍યભર્યા શાંત અને પંખીઓના મીઠા કલરવ ભર્યા વાતાવરણમાં યોગાભ્‍યાસ કર્યો હતો.

એસ.આર.પી ગ્રાઉન્ડ નડિયાદ ખાતે જિલ્લા કક્ષાના યોજાયેલ યોગ વિશ્વ દિનના પ્રારંભ પહેલા ભારતના વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દહેરાદૂનથી વિશ્વ યોગ દિન નિમિત્તે કરેલ સંબોધનને નિહાળ્યું હતું.

શ્રી દેસાઇએ યોગ માનવીને શારીરિક-માનસિક-આધ્‍યાત્‍મિકતા સાથે જોડવાનું કામ કરે છે. વિશ્વભરમાં યોગ પ્રત્‍યે જાગૃતિ વધતી જાય છે. અને સ્‍વાસ્‍થયની જાળવણી માટે યોગની અનિવાયર્તાને ધીમે ધીમે વૈશ્વિક સ્‍વીકૃત્તિ મળતી જાય છે. યોગ એ જીવનનું સત્‍ય છે. જે જીવન પધ્‍ધતિ શીખવાડે છે. નિયમિત યોગ કરવાથી સમગ્ર જીવનમાં પરિવર્તન આવે છે. તેમ જણાવી નિયમિત યોગાભ્‍યાસ કરવા જણાવ્‍યું હતું.

સંસદ સભ્‍યશ્રી દેવુસિંહ ચૌહાણે યોગ દ્વારા મનની સ્‍થિરતા પ્રાપ્‍ત થાય છે. ઇન્‍દ્રિયો પર સંયમ આવે છે. યોગ એ જીવન જીવવાની કળા છે. યોગ શારિરીક, માનસિક અને આધ્‍યાત્‍મિક ઉન્‍નતિનો માર્ગ છે. યોગ એક શારીરિક કસરત નહીં પણ શરીર, મન અને આત્‍માનો ત્રિવેણી સંગમ છે. જેનું વિશ્વએ મહાત્‍મય સ્‍વીકારીને યોગને સર્વસ્‍વીકૃત્તિ આપી છે, ત્‍યારે ભારતીય સંસ્‍કૃત્તિની ધરોહર સમાન યોગને આપણી જીવનશૈલી સાથે વણી લઇને નિયમિત યોગાભ્‍યાસ કરતા રહી શરીરને ફીટ અને તંદુરસ્‍ત રાખવા કહ્યું હતું.

આ યોગાભ્‍યાસનો પ્રારંભ શિથિલતા અભ્‍યાસ સ્‍કંધ સંચાલન પ્રાપ્‍ત કરવામાં આવ્‍યા બાદ યોગાસનો જેવાં કે તાડાસન, વૃક્ષાસન, પાદહસ્‍તાક્ષન, ત્રિગુણાસન, ભદ્રાસન, વ્રજાસન, સસાંકાસન, વક્રાસન, મકરાસન, ભૂજંગાસન, ઉતાનપાદાસન, સવાસન, કપાલભારતી, અનુલોમ-વિલોમ, સહિત વિવિધ મુદ્રાઓનો યોગાભ્‍યાસ કરવામાં આવ્‍યો હતો.

આ યોગાભ્‍યાસનો પ્રારંભ શિથિલતા અભ્‍યાસ સ્‍કંધ સંચાલન પ્રાપ્‍ત કરવામાં આવ્‍યા બાદ યોગાસનો જેવાં કે તાડાસન, વૃક્ષાસન, પાદહસ્‍તાક્ષન, ત્રિગુણાસન, ભદ્રાસન, વ્રજાસન, સસાંકાસન, વક્રાસન, મકરાસન, ભૂજંગાસન, ઉતાનપાદાસન, સવાસન, કપાલભારતી, અનુલોમ-વિલોમ, સહિત વિવિધ મુદ્રાઓનો યોગાભ્‍યાસ કરવામાં આવ્‍યો હતો.

આજે જિલ્‍લામાં જિલ્‍લા કક્ષાના એસ.આર.પી ગ્રાઉન્‍ડ સહિત નડિયાદના સ્‍પોર્ટસ સંકુલ, સી.જે.પટેલ મેદાન, બાસુદીવાળા હાઇસ્‍કૂલ ગ્રાઉન્‍ડ, સેન્‍ટ મેરી હાઇસ્‍કૂલ સહિત જિલ્‍લાના ગામે-ગામ એક જ સમયે યોગાભ્‍યાસ કરવામાં આવ્‍યો હતો. વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્‍લામાં અંદાજે ૨.૭૫ લાખથી વધુ લોકોએ જોડાઇને યોગાભ્‍યાસ કર્યો હતો.

જિલ્‍લા કલેકટરશ્રી આઇ.કે.પટેલએ વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે યોગાભ્‍યાસમાં જોડાનાર સર્વે પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY