ભરૂચ:
ભરૂચ નગરપાલિકા ના વાહન ચાલક ની વધુ એક બેદરકારી બહાર આવી. ગઈ કાલે ઝાડેશ્વર રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીના બહારના નાકે એક વૃદ્ધ ડાહ્યા બેચરભાઈ પટેલ ઉ.વ.૬૩ પોતાના કોઈ કામ અર્થે ચાલતા જઈ રહ્યા હતા. તે વેળાએ અચાનક જ પાછળથી એક કચરો ઉઠાવતા ભરૂચ નગરપાલિકાનાં આઈસર ટેમ્પા દ્વારા વૃદ્ધને ટક્કર વાગી હતી જેનાથી તેમને નાની મોટી ઈજાઓ થઇ હતી. જોકે ચાલક સ્થળ પરથી ટેમ્પો લઇ પલાયન થયો હોવાની માહિતી મળી હતી. આ વૃદ્ધને જાગૃત નાગરિકોના કારણે ૧૦૮ માં ભરૂચ સિવિલ ખાતે સારવાર અર્થે મોકલાયા હતા. જેની વધુ તપાસ ભરૂચ સી ડીવીઝન પોલીસ કરી રહી છે. જોકે આવી બેદરકારીથી વાહન ચલાવી અને સ્થળ પર થી પલાયન થનાર સામે આગામી સમયે શું કાયદેસરના પગલા ભરાશે તે તો આવનાર સમય જ બતાવશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"