ગેરકાયદેસર રેતીખનન સામે ઝઘડીયા સરપંચની તપાસની માંગ :

0
112

ઝઘડીયા:
છેલ્લા કેટલાક દિવસથી ઝઘડીયા સુલતાનપુરામાં નર્મદાકાંઠા પર ગેરકાયદેસર રીતે રેતીખનન થતું હોવાની બુમો ઊઠી રહી છે. સ્થાનિક રહીશોએ રેતી માફીયાઓ દ્વારા અન્ય સ્થાનોની રોયલ્ટીનો ઉપયોગ કરી રેતીખનન કરાતું હોવાની ફરિયાદ ઉઠાવતા ઝઘડીયા ગામના સરપંચ રસીલાબેન વસાવાએ પણ ગેરકાયદેસર રેતીખનન સામે અવાજ ઉઠાવ્યો છે. મહિલા સરપંચ રસીલાબેન વસાવાએ તાલુકા મામલતદાર, ખાણ ખનિજ વિભાગ, કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરીયાદ કરી રોયલ્ટીનો દુરૂપયોગ કરી થતા રેતીખનન સામે સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. જેના કારણે રેતી ખનન કરનારાઓમાં ફફડાટ ઉભો થયો છે.
જોકે તંત્રને જાન ત્યારે જ થાય છે જયારે કોઈ આવેદન આપે કે અરજી આપે તો શું આ તંત્ર કોઈ પણ જાતની તપાસ કરતુ જ નથી કે પછી આંખો અને કાન બંધ રાખવા માટે અંદરો અંદર સેટિંગ થાય છે જેવી ચર્ચા એ જોર પકડ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY