સુરત, તા.૮
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખ પટેલ તથા શૈક્ષણિક અને સાંસ્કૃતિક સમિતિના કન્વીનર પરિમલ ચાસીયા સંયુક્ત રીતે અખબાર યાદીમાં જણાવે છે કે, નવસારી પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આયોજિત રાસ-ગરબા લોકનૃત્ય સ્પર્ધા ૨૦૧૮ સરદાર સ્મૃતિ ભવન વરાછા સુરત ખાતે યોજાશે.
સુરત શહેરનાં મેયર ડૉ. જગદીશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજનાર બે દિવસીય રાસ-ગરબા લોકનૃત્યનાં સ્પર્ધાના ઉદ્ઘાટક તરીકે સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલભાઈ ગોપલાણી ઉપસ્થિત રહેશે.
વિદ્યાર્થીઅોના સવાંગી વિકાસ માટે શિક્ષણ સમિતિ દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઅોનું આયોજન કરવામાં આવી રહ્નાં છે. જે પૈકી આપણી સંસ્કૃતિ એવી રાસ ગરબા અને લોકનૃત્ય સ્પર્ધાનું પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા પ્રથમ ઝોન કક્ષાએ યોજાઈ હતી. જેમાં સુરત શહેરના સાત ઝોનમાંથી ૧૨૦ કૃતિ સાથે કુલ ૧૯૨૦ ખેલૈયાઅોએ ભાગ લીધો હતો અને બે દિવસીય ફાઈનલ સ્પર્ધા માટે ૫૯ કૃતિ પસંદગી પામી હતી.
પસંદ થયેલી ૫૯ કૃતિનાં બાળકોની ફાઈનલ સ્પર્ધા તા.૮-૯ અોક્ટોબર ૨૦૧૮નાં રોજ સરદાર સ્મૃતિ ભવન વરાછા, સુરત ખાતે યોજાશે. સમાપન સમારોહમાં સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિતિ રહેશે. મુખ્ય મહેમાન પદ તરીકે કિશોરભાઈ કાનાણી આરોગ્યમંત્રી રાજ્ય સરકાર સાંસદ સી.આર. પાટીલ, પરભુભાઈ વસાવા તથા અતિથિ વિશેષ તરીકે સુરતના તમામ ધારાસભ્યો, પાલિકાના પદાધિકારીઅો તથા સુરત મ્યુ. કમિશનર ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



