નાંદોદ રામપુરાના ધનેશ્વર મંદિરનો વહીવટ હિન્દૂ દેવસ્થાન કમિટીને સોંપવા સામાજિક કાર્યકરની કલેકટરને રજુઆત.

0
34

નાંદોદ રામપુરા ધનેશ્વર મંદિરમાં વિવાદ બાબતે ભાજપ અને વી.એચ.પી ઇરાદાપૂર્વક મૌન સેવ્યું:રાજપીપળાના સામાજિક કાર્યકર ડી.પી.ટેલરનો ગંભીર આક્ષેપ

નાંદોદ રામપુરાના ધનેશ્વર મંદિરના મહંત સ્વ.રામપ્યારેદાસ મંદિરે આવતા દર્શનાર્થીઓ સાથે ઝઘડા કરવા અને અપશબ્દો બોલવા પંકાયેલા હોવાનો સામાજિક કાર્યકરનો ગંભીર આક્ષેપ.

નાંદોદ રામપુરા ધનેશ્વર મંદિરના મહંત રામપ્યારેદાસના નિધન બાદ નવા મહંતની નિમણુંક મુદ્દે વિવાદ,આ મંદિર પરિસરની તમામ સ્થવર મિલકતો આસપાસના 5 ગામોની પંથિયારી હોવાની રાવ.

રાજપીપળા:નાંદોદ તાલુકાના રામપુરાના ધનેશ્વર મંદિરના રામપ્યારેદાસની થોડા સમય પેહલા જમીન હક મુદે હત્યા કરવામાં આવી હતી દરમિયાન વિવાદ થયો હતો.એમને સાધુ સંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ નર્મદા નદીના કિનારે જળ સમાધિ અપાઈ હતી.બાદ એમની જગ્યાએ ધનેશ્વર મંદિરના મહંત તરીકે સાધુ સંતોએ વિધિસર નવા મહંતની નિમણુંક પણ કરી હતી.હવે એ નવા મહંતની નિમણુંક મુદે વિવાદ પેદા થયો છે.રાજપીપળાના સામાજિક કાર્યકર ડી.પી.ટેલરે ગંભીર આક્ષેપો લગાવતું એક આવેદનપત્ર નર્મદા જિલ્લા કલેકટરે સુપ્રત કરી એ મંદિરનો વહીવટ હિન્દૂ દેવસ્થાન કમિટીને સોંપવા રજુઆત કરી છે.

રામપુરા ધનેશ્વર મંદિરના વિવાદિત પ્રશ્ન મુદે પહેલો આક્ષેપ તો નર્મદા જિલ્લા ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ પર લગાવ્યો છે અને જણાવ્યું ધાર્મિક ભાવના સાથે સંકળાયેલા આ પ્રશ્ન બાબતે આ બન્ને સંસ્થાઓએ ઇરાદાપૂર્વ મૌન સેવ્યું છે જેની લોકોએ ગંભીર નોંધ લીધી છે.નાંદોદ રામપુરાના ધનેશ્વર મંદિરના પૂર્વ મહંત સ્વ.રામપ્યારેદાસ મંદિરે આવતા દર્શનાર્થીઓ સાથે ઝઘડા કરવા અને અપશબ્દો બોલવા પંકાયેલા હતા.તેઓ આ મંદિરના વહીવટકર્તા છે અને હનુમાનદાસજીના શિસ્ય છે એવી ખોટી રજૂઆતો કરી રેવન્યુ અધિકારીઓને ગેરમાર્ગે દોરી વહીવટ કરતા આવ્યા હતા.અગાઉ એમની વિરુદ્ધ બે-બે વાર રજૂઆતો થઈ હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી.આ મહંતના અવસાન બાદ મંદિર પરિસરની કાળજી રાખવા અને પૂજારીના જીવનનિર્વાહ માટે ગામ લોકોએ ફાળવેલ ઓરડી અને ખેતરનો બિનઅધિકૃત કબજો મેળવવા પરપ્રાંતીય કેહવાતા સાધુઓ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે.

રામપ્યારેદાસના અવસાન બાદ એમના ભોગવટા હેઠળની તમામ સ્થવર મિલકતો જિલ્લા કલેકટરે સરપંચ અને પંચાયતને સુપ્રત કરવી જોઈએ.ગત 4/12/2018ના રોજ આ મંદિરના મહંતની નિમણુંક જેણે કરવી એમને આ નિમણૂકનો અધિકાર કોણે આપ્યો.ઘણા વર્ષોથી અન્ય રાજ્યોના તોફાની તત્વો સાધુનો વેશ ધારણ કરી નર્મદા નદીના કિનારે અડિંગો જમાવીને બેઠા છે એમના ભૂતકાળની પોલીસ તપાસ થવી જોઈએ.ધનેશ્વર મંદિર પરિસરનો ભૌતિક કબજો પંચાયતને સોંપી અહીંયા થતી અતિક્રમણ પ્રવૃત્તિને જિલ્લા કલેકટર રોકે એવી મારી માંગ છે.નર્મદા જિલ્લાની પ્રજાને એવી દેહસત છે કે લોકો જબરજસ્તીથી આવા સ્થાનોનો વહીવટ પોતાના હાથમાં લઈ સામ્રાજ્ય જમાવી પૂજાના સ્થાનને મિલકત અને આવકનું સાધન બનાવી દેશે.આવા ધાર્મિક સ્થાનો પોતાનું મહત્વ ગુમાવી ન દે,વિવાદ અને ઝઘડાનું સ્થાન ન બને એ માટે ધનેશ્વર મંદિરની વહીવટ હિન્દૂ દેવસ્થાન કમિટીને સુપ્રત કરાય એવી મારી લાગણી છે.

■બોક્સ:બાજુના આશ્રમના એક મેડમ લુખ્ખા તત્વોને પીઠબળ પૂરું પાડે છે:ડી.પી.ટેલર,સામાજિક કાર્યકર

◆પોતાની આ રજુઆતમાં ડી.પી.ટેલરે એક ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે,ધનેશ્વર મંદિરની બાજુમાં રહેતા સદાનંદ મહારાજ સાથે અમુક લોકો દાદાગીરી કરી રહ્યા છે જેથી એમને પોલીસ પ્રોટેક્શનની માંગણી પણ કરી છે.આવા લુખ્ખા તત્વોને બાજુના જ આશ્રમના વહીવટ કરતા એક કેહવાતા મેડમ આર્થિક અને કાનૂની પીઠબળ પૂરું પાડે છે.એમની આવી પ્રવૃત્તિ આસપાસના લોકો માટે હાનિકારક પુરવાર થશે.

■બોક્સ:ધનેશ્વર મંદિર 5 ગામોનું સાર્વજનિક મંદિર

◆ધનેશ્વર મંદિરનો વિવાદ વધ્યો છે ત્યારે સ્થાનિકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જે તે સમયે માંગરોલ પંચાયતે (1)ખાતા નં-369,સર્વે નંબર 869ની 0.27 ગુંઠા જમીન અને (2)ખાતા નંબર 369,સર્વે નંબર 870ની 0.22 ગુંઠા જમીન ધનેશ્વર મંદિરના પૂજારી હનુમાનપ્રસાદજીના જીવનનિર્વાહ માટે ફાળવી હતી, એની માલિકી તો માંગરોલ પંચાયતની છે.આ મંદિર માંગરોલ,થરી,ગોપાલપુરા,રામપુરા,લાછરસ સહિત 5 ગામોનું સાર્વજનિક મંદિર છે.ધનેશ્વર મંદિરના મહંતની નિમણુંક કરવાનો ખરો અધિકાર માંગરોલ પંચાયતનો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY