નર્મદા જિલ્લા બાર એસોસિયેશન ની ચૂંટણીમાં સતત પાંચમી વખત પ્રમુખ પદે વિજેતા બનતા કું.વંદના ભટ્ટ 

0
220

રાજપીપળા : પ્રમુખ પદ માટે કુલ 117 મતદારો માંથી 104 મતદારો એ મતદાન કર્યું હતું જેમાં કું.વંદનાબેન ભટ્ટ ને 66 મત જયારે કે જે પંચાલ ને 38 મત મળ્યા હતા પ્રમુખ પદ ના મતદાન માં એક પણ મત રદ થયો ન હતો જયારે ઉપ પ્રમુખ પદ માટે ડી કે પંચોલી ને 53 મત ભામિની રામી ને 34 મત અને એકતા વસાવા ને 16 મત મળ્યા હતા જયારે ઉપ પ્રમુખ ના મતદાન માં એક મત રદ થયો હતો આમ રાજપીપળા કોર્ટ માં આવેલા બાર એસોસિયેશન મંડળ ના રૂમ માં શુક્રવારે યોજાયેલી ચૂંટણી માં સતત પાંચમી વખત કું.વંદનાબેન ભટ્ટે પ્રમુખ તરીકે બાજી મારી હતી

આજની આ ચૂંટણી ના પરિણામો બાદ નવા ચૂંટાયેલા હોદ્દેદારો માં પ્રમુખ પદે વંદનાબેન ભટ્ટ ઉપ પ્રમુખ તરીકે ડી કે પંચોલી જયારે સેક્રેટરી તરીકે બળવંતભાઈ વસાવા એ બિનહરીફ બાજી મારી હતી ત્યારે સતત પાંચ વખત પ્રમુખ પદે વિજેતા બનેલા વંદનબેન ને એમના સાથી મિત્રો અને સ્નેહીજનો એ શુભેચ્છા પાઠવી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY