વિસ ખેડૂતોને ૧૦૦ જેટલા મધાખી બી ના બોક્સનું કરાયેલું વિતરણ
રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતેના કૃષિ તાલીમ કેન્દ્ર ખાતે તાજેતરમાં એસ્પિરેશન ડીસ્ટ્રીક્ટ નર્મદા અંતર્ગત મધમાખી ઉછેર માટે બોક્સ વિતરણ અને તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર આર. એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ૨૦ ખેડુતોને ૧૦૦ જેટલા મધમાખી બી ના બોક્સનું નર્મદા પ્રાયોજના વહિવટદાર આર. વી. બારીયા અને મહાનુંભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં નર્મદા પ્રાયોજના વહિવટદાર આર. વી. બારીયાએ ખેડૂતોને મધમાખી ઉછેર અપનાવવા તથા તેના ઉછેર અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું
નાયબ બાગાયત નિયામક સ્મિતાબેન પિલ્લાઇએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાનના ખેતીમાં બમણી આવકના સંકલ્પને સિધ્ધ કરવા મધમાખી ઉછેર વધુ કરવા પર ભાર મુક્યો હતો.આ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને મધમાખી પાલનમાં રાખવામાં આવતી તકેદારી, સાચવણી, રોગ-જીવાત, કોલોનીમાં રાણી માખી, વર્કર માખી, નર માખી વગેરે બાબતો પર તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતભાઇ-બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




