સરકાર દ્વારા ચાઈનીઝ દોરા અને ગુબ્બારાના વેચાણ ઉપર દર વર્ષે પ્રતિબંધ લગાડવામાં આવે છે છતાં કાયદાનો ભંગ થાય છે તો જાહેરનામાનો અમલ કેમ કરાવાતો નથી

રાજપીપળા : 14 જાન્યુઆરીએ ઉતરાયણ નિમિત્તે પતંગ રસિયાઓ માટે ખાસ મજાનો દિવસ હોય છે ત્યારે હાલ મંદીના માહોલ અને અમુક લોકોના પગારો પણ અટવાયા છે છતાં ઉત્તરાયણ માટે એક મહિના પેહલાથી થનગની રહેલા લોકો એ રાજપીપળાના બજારોમાં પતંગ દોરા ખીદવા ભીડ જમાવી છે. લોકો પતંગ દોરા સહિત તલની ચીકી, શેરડી, ઊંધીયું-જલેબીની પણ ભરપુર ખરીદી કરી રહ્યા છે.
ચાલુ વર્ષે નર્મદા જિલ્લામાં નિર્માણ પામેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફોટા વાળી પતંગોએ ખાસ આકર્ષણ જમાવ્યું છે અને નાના બાળકોમાં છોટા ભીમ,બેનટેન,જેવા કાર્ટૂન વાળી પતંગો તો હંમેશા આકર્ષણનુ કેન્દ્ર બને જ છે.પરંતુ પતંગ બનાવતા વેપારીઓએ પણ આ વર્ષે લોકપ્રિય બનેલા સ્ટેચ્યુ ના ફોટા મૂકી લોકોમાં આકર્ષણ વધાર્યું છે જેથી બાળકોની સાથે મોટેરા પણ સ્ટેચ્યુના ફોટા વાળી પતંગો ઉડાડશે
અત્રે ઍ ઉલ્લેખનિય છે કે સરકાર દ્વારા ચાઈનીઝ દોરા અને ગુબ્બારાના વેચાણ ઉપર દર વર્ષે પ્રતિબંધ લગાડવામાં આવે છે પરંતુ કાયદાની એસીતેસિ કરી લોકો દ્વરા તેનો દર ઉતરાયણે ભરપુર ઉપિયોગ થાય છે ત્યારે આ ચાઈનીઝ વસ્તુઓ કોણ વેચે છે અને કાયદાનો ભંગ ક્યાં થાય છે એ તપાસ કોઈ કરવા ફરકતું નથી તો પછી કાયદો શું કામ લાગુ કરાતો હશે …? દર વર્ષની જેમ આ વર્ષે પણ આકાશમાં આગ થી ઉડતા ગુબ્બારા જોવા મળેશે જેથી આગ લાગવા સહિતની હોનારતો સર્જવાની ભરપુર શક્યતાઓ છે ત્યારે તંત્ર મૂંગા મોઢે તમાશો જોશે માટે આ વર્ષે એ જોવાનું રહ્યુ કે જાહેરનામાનો કેટલો અમલ કરાવવામાં આવે છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




