રાજપીપળામાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં સામસામી ફરિયાદ:કુલ 12 અને અન્ય 40 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ

0
30

રાજપીપળા પોલીસકર્મી પર હુમલાના બનાવમાં 11 લોકો વિરુદ્ધ ગુનો દાખલ.

રાજપીપળા : રાજપીપળામાં 15મી જાન્યુઆરીએ સબજેલ પાસે સાંજે અચાનક કોઈ કારણોસર બે જૂથોના ટોળા સામસામે આવી જઈ પથ્થરમારો અને કાચની બોટલોનો ચાલુ કર્યો હતો.આ ઘટનાને પગલે એ વિસ્તારનું વાતાવરણ તંગ બની ગયું હતું.જોકે તુરંત પોલીસે ત્યાં આવી બળપ્રયોગનો ઉપયોગ કરતા ટોળા પર કાબુ મેળવાયો હતો.આ ઘટના બાદ સમગ્ર રાજપીપળા શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.રાજપીપળા પોલીસે બંન્ને પક્ષે સામસામી ફરિયાદ દાખલ કરી છે,જેમાં કુલ 12 લોકો અને અન્ય 40 ના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.તો બીજી બાજુ પોલીસ કર્મીઓ પર હુમલા કેસમાં ત્રીજી ફરિયાદ પણ પોલીસ તરફથી દાખલ કરાઈ છે.હાલમાં પણ તમામ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

રાજપીપળા પોલીસ મથકમાં નોંધાયેલી પ્રથમ ફરિયાદ મુજબ રાજપીપળા સડક ફળિયામાં રહેતી મંજુલા તડવીને પોતાના પુત્ર કુલદીપની વિધવા પત્ની હેમલતાના મહંમદ જમીલ હુસેન શેખ સાથે અનૈતિક સબંધ હોવાની હકીકત જાણવા મળી હતી.બાદ મંજુલાએ મહંમદ જમીલ હુસેન શેખના ઘરમાં તપાસ કરતા ઘરમાંથી હેમલતા અને મહંમદ જમીલ હુસેન શેખ મળી આવ્યા હતા દરમિયાન તેઓ હેમલતાને ઠપકો આપતા હતા ત્યારે મુસ્લિમોના ટોળાએ એમની ઉપર પથ્થર અને કાચની બોટલો વડે હુમલો કર્યો હતો.તો બીજી ફરિયાદ મુજબ રાજપીપળા સબજેલ પાછળ રહેતા ફરીદાબીબી ફિરોજખાન પઠાણ પર હિન્દુઓના ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને રીક્ષા ટેમ્પો તેમજ ફોરવહીલ ગાડીને નુકશાન કર્યું હતું.

ત્રીજી ફરિયાદ મુજબ રાજપીપળા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મુકેશ નટવર વસાવા અન્ય પો.કો ઉદેસિંહ રાજાભાઈ ચૌધરી સાથે પ્રોહીબેશનના આરોપીઓનું રાજપીપળા સિવિલ હોસ્પિટલ પરથી મેડિકલ ચેકઅપ કરાવી પરત આવતા હતા ત્યારે સબજેલ પાસે હિન્દૂ-મુસ્લિમના ટોળાની અથડામણ જોતા તેઓ ટોળાને વિખેરવા ગયા હતા.ત્યારે એ ટોળુ મારક હથિયારો સાથે પોલીસ કર્મીઓ તરફ ધસી આવી પથ્થર અને કાચની બોટલથી એમની પર હુમલો કર્યો હતો.જેમાં પો.કો ઉદેસિંહ ચૌધરીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા લોહીલુવાણ હાલતમાં સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા.

કોની કોની સામે ગુનો દાખલ કરાયો.

(૧)ફિરોજ ઇસ્માઇલ ભંગારી(૨)ઇકબાલ ઇસ્માઇલ ભંગારી (૩)ફિરોજ ભંગારીને ત્યા કામ કરતો ફારૂક વાકડીયા વાળ વાળો(૪)જહીર રેતીવાળો (૫) અજ્જુ મરઘીવાળો(૬)આસિફ કાલુ તથા પંદરથી વીસ જેટલા માણસો તમામ (રહે.રાજપીપળા તા.નાંદોદ જી.નર્મદા)

(૧)નિલેષ તડવી(૨)નિલેષના બે ભાઇ(૩)ભોઇ વાડનો સોનુ ભોઇ(૪)લાલો તડવી કે જે કિરીટ પાઉભાજીવાળાના ત્યા કામ કરે છે(૫)રવિ કિરણ તડવી(૬)યોગી કિરણ તથા બીજા પંદરથી વીસ માણસો(તમામ રહે.રાજપીપળા તા.નાંદોદ જી.નર્મદા)

બોક્સ:પોલીસ કર્મીઓ પર હુમલાના બનાવમાં સાત લોકો પર ગુનો દાખલ કરાયો.

(૧)ફિરોજ ઇસ્માઇલ ભંગારી(૨) યુસુફ ઇસ્માઇલ ભંગારી(૩)ફિરોજ ભંગારીની દુકાને કામ કરતો ફારૂક (૪)ફિરોજ ભંગારીનો ભત્રીજો જહીર (૫)જમીલ ઉર્ફે જીમી શેખ (૬)રવિ કિરણ તડવી (૭)યોગી કિરણ તડવી તમામ (રહે.રાજપીપળા તા.નાંદોદ જી.નર્મદા) તથા બીજા 3 થી 4 ઇસમો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY