નર્મદા જિલ્લામાં કામ કરતા 30 જેટલા આધાકાર્ડના કર્મચારીઓને પગાર ઓછો અપાતો હોવાની બુમ

0
33

કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓને 6 થી 7 હજાર રૂપિયા જેવુજ માસિક વેતન અપાય છે જયારે એજન્સી ને દસ હજાર ચુકવાય છે તો વચ્ચેના રૂપિયા ક્યાં જાય છે…?

આ તમામ કર્મચારીઓને બેંક ખાતામાં પગારના નાણાં ન આપી રોકડા આપતા હોય વચ્ચે કટકી થતી હોવાની બૂમ

નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં કામ કરતા આધાર ઓપરેટર અને સુપરવાઈઝરો મળી 30 જેવા કર્મચારીઓનું શોષણ  

રાજપીપળા : સરકારે આધાર ફરજીયાત કર્યું છે બેંક હોય કે ગમેતે કામમાં આધાર કાર્ડ જરૂરી બન્યું છે અને ઘણા સમયથી આધારકાર્ડ ની કામગીરી ચાલુ છે ત્યારે  છેલ્લા એકાદ વર્ષથી નર્મદા જિામાં આધારાર્ડની કામીરી માં આઉટ સોર્સ પર કામ કરતા ઓપરેટરો અને સુપરાઈઝરોને સરકારી ધારાધોરણ કરતા ઘણો ઓછો પગાર ચુક્વતો હોવાી બૂમ ઉઠી હોય હાલ આ કર્મચારીઓને છ થી સાત હજાર રૂપિયાજ માસિક પગાર અપાય છે અને એ પણ કર્મચારીના બેંક ખાતામાં જમા ન કરી રોકડ આપતા હોવાની વાત સુત્રો દ્વારા જાણવા મળી હોય આ બાબતે અંદર ખાનગી તપાસ કરતા કોઈ સરકારી કર્મચારી જેતે એજન્સી સાથે સાઠગાંઠ ધરાવી મળવાપાત્ર પગાર પુરેપુરો ન ચૂકવી વચ્ચે કમિશન કાઢતા હોવાની માહિતી મળી હતી ત્યારે એજન્સી સાથે સાઠગાંઠ ધરાવનાર આ સરકારી વ્યક્તિ કોણ છે…? એ માટે કલેક્ટર તપાસ કરી પગલાં લે તો આધારના કર્મચારિયોને નિયમ મુજબ યોગ્ય પગાર મળે એમ છે

જોકે સૂત્રો દ્વારા એમ પણ જાણવા મળ્યું હતું કે અગાઉ કામ કરતી અન્ય એક એજન્સીએ આ સરકારી વ્યક્તિને કમિશન ન આપી નિયમ મુજબનો પગાર કર્મચારીઓને આપવાની વાત કરતા તેની કામીરી પર બ્રેક મરાઈ હતી અને અન્ય મળતિયા એજન્સીને કામ સોંપાયું હતું ત્યારે જો આ વાતમાં તથ્ય હોય તો કલેક્ટર આવા વ્યક્તિ કે એજન્સી બાબતે તપાસ કરી કર્મચારીઓના હિત માં પગલાં લે એ જરૂરી છે .નહીં તો ગદ્ધા મજૂરી કરી લોકોના આધારકાર્ડ ની કામગીરી કરતા કર્મચારીઓ નું શોષણ અટકે નહીં

બોક્ષ : આ એજન્સીની મુદત ડીસેમ્બર માં પુરી થઈ છે : જયરામ જોશી (કારકુન )

આધારકાર્ડની કામગીરી સાથે લાંબા સમયથી સંકળાયેલા ક્લાર્ક જયરામ જોશીએ જણાવ્યું કે અમે એજન્સીને કર્મચારી દીઠ દસ હજાર રૂપિયા ચૂકવીએ છીએ અને કર્મચારીઓને એજન્સી કેટલો પગાર આપે છે એ ખ્યાલ નથી પરંતુ આ એજન્સીની મુદત પુરી થઈ હોય હવે નવી જાહેરાત આપી અમે નવા ટેન્ડર બહાર પાડીસું .

બોક્ષ : અમે એજન્સીને નિયમ મુજબ પેમેન્ટ કરીએ છે : સંજય સોની ( ચીટનીશ )

આ બાબતે નર્મદા કલેક્ટરમાં ચીટનીશ તરીકે હોદ્દો સંભાળતા સંજય સોનીએ જણાવ્યું કે અમે એજન્સીને આઉટ સોર્સ કર્મચારીઓનું પૂરું પેમેન્ટ ચેક દ્વારાજ આપીએ છીએ આ અમદાવાદની એજન્સી છે એને દર મહિને એના ખાતામાં પેમેન્ટ ચેક મારફતે ચૂકવાય છે.

જોકે જયરામ જોશી અને સંજય સોની આ બંને સરકારી બાબુઓ સાચા હોય તો કર્મચારીઓનું સોસણ કોણ કરે છે અને સોસણ નો ભાંડો ન ફૂટે એ માટે કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં પૈસા જમા ન કરી રોકડ પગાર કેમ ચૂકવાય છે …? શું આ જવાબદારી તંત્રના અધિકારીઓની નથી કે નિયમ મુજબ પગાર એકાઉન્ટ માં જમા થાય અને પીએફ સહીતના લાભ કર્મચારીઓને મળે જો આ બાબતે તટસ્થ તપાસ થાય તો એજન્સી સાથે કોની સાઠગાંઠ છે એ ચોક્કસ બહાર આવે એમ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY