પોતાની માંગો મુદે લોકસભા ચૂંટણી બહિષ્કારની નર્મદા જિલ્લા આમુ સંગઠનની ચીમકી

0
21

ચૂંટણીના દિવસે નર્મદા કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર બેસવાની જાહેરાત.

નર્મદા જિલ્લાના 314 ગામોને ગ્રામપંચાયતનો દરજ્જો આપવા આદિવાસી મૂળ નિવાસી સંગઠને ગુજરાતના મુખ્યમંત્રીને રજુઆત કરી હતી,

નર્મદા જિલ્લામાં ભારતીય બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈનું ઉલ્લંઘન બે અથવા બે થી વધુ સંયુક્ત ગામોની ગ્રુપ ગ્રામપંચાયતની રચના કરવામાં આવી હોવાનો આક્ષેપ.

રાજપીપળા : ભારતના બંધારણ અને ગુજરાત પંચાયત ધારો 1993 મુજબ નર્મદા જિલ્લાના 314 ગામોને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા નર્મદા જિલ્લા આદિવાસી મૂળ નિવાસી સંગઠને ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યપાલ,પંચાયત ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી સહિત ઉચ્ચ અિકારીઓને સંબોધતુ આવેદનપત્ર અગાઉ નર્મદા જિલ્લા કલેકટરને સુપ્રત કર્યું હતું.જોકે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની લેખિત બાંહેધરી આદિવાસી મૂળ નિવાસી સંગઠને અપાઈ તો છે.આગામી એપ્રિલ મહિના 2019 લોકસભાની ચૂંટણી આવે છે એ પેહલા પોતાની માંગો પુરી કરવા નર્મદા જિલ્લા આદિવાસી મૂળ નિવાસી સંગઠન પ્રમુખે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.

નર્મદા જિલ્લા આદિવાસી મૂળ નિવાસી સંગઠન પ્રમુખ મહેશ સરાધ વસાવાએ જણાવ્યું હતું કે જો 2019 લોકસભા ચૂંટણી પેહલા અમારી મૂળભૂત માંગો પુરી નહિ કરાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું,નર્મદા જિલ્લાના મોટી સંખ્યામાં આદિવાસીઓ મતદાન કરવા નહિ જાય.લોકસભા ચૂંટણીના દિવસે અમારા સંગઠનના હોદ્દેદારો અને જિલ્લાના મોટી સંખ્યામાં કાર્યકરો નર્મદા જિલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેસી જશે.આ બાબતે અમે અમારી રણનીતિ બનાવવાની પણ ચાલુ કરી દીધી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટને લઈને સ્થાનિક આદિવાસીઓનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આદિવાસીઓના સંગઠને ગ્રામ પંચાયતના દરજ્જા મામલે વિરોધ નોંધાવતા સરકાર માટે આ બન્ને પ્રશ્નો સામી ચૂંટણીએ માથાનો દુખાવો સાબિત થશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY