નર્મદામાં પાણી નહિ છોડાતા ટીડીએસ વધ્યા : બેકવોટર થી ખેડૂતોના કુવા જમીનો નષ્ટ થઇ જવા લાગ્યા
રાજપીપળા : ગુજરાત ખેડૂત સમાજ દ્વારા હવે ભરૂચ જિલ્લાનો પ્રાણ પ્રશ્નને ઉઠાવવાનો ખેડૂત સમાજે નક્કી કર્યું છે અને રાજ્ય વ્યાપી હડતાલ ચલાવવા મક્કમ બન્યા છે ત્યારે તાજેતરમા રાજપીપળા ખેડૂતોની મુલાકાતે આવતા રાજ્ય ખેડૂત સમાજ દ્વારા ગંભીર નોંધ લેવાઈ અને જે બાબતે પીએમ સુધી રજૂઆતનું બીડું ઝડપ્યું છે, જાન્યુઆરીના પ્રથમ વીકમાં આ રેલી યોજવા જઈ રહી છે.ત્યારે વધુ એક આંદોલનનો રૂપાણી સરકારને સામનો કરવો પડશે.
હાલમાં ગુજરાત સરકાર ચારેકોર થી ભીંસ માં છે 2019 આવી રહી છે એટલે હાલ સરકાર તૈયારીમાં જોતરાઈ ગઈ છે પરંતુ હાલ આરોગ્ય, શિક્ષણ, એસટી, સહીત વકીલો અને ખેડૂતો, માછીમારો તમામ સરકાર વિરુદ્ધ મોર્ચો માંડી બેઠા છે.ત્યારે હવે રાજ્ય ખેડૂત સમાજ સરકારની સામે આવી છે જે નર્મદા બચાવ યાત્રા કાઢશે, તાજેતરમાં રાજપીપળા આવેલ ગુજરાત પ્રદેશ ખેડૂત સમાજ પ્રમુખ જયેશ પટેલ, ભરૂચ નર્મદા ખેડૂત સમાજ પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરીયા, વટારીયા સુગરના ચેરમેન સંદીપસિંહ માંગરોલા, દક્ષિણ ઝોન પ્રમુખ જયેશ પટેલ સહીત ના આગેવાનો નર્મદામાં આવી ખેડૂતો સાથે બેઠક કરી નર્મદા નદીમાં પાણી છોડાવવા માટે નર્મદા બચાવ યાત્રા કાઢવાનું શરૂ કર્યું છે. જે આગામી 6 માર્ચની આજુબાજુ એટલે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં શરૂ કરશે જે નર્મદા ભરૂચના ગામોમાં ફરશે.
આ બાબતે વટારીયા સુગરના ચેરરમેન સંદીપસિંહ માંગરોલા એ જણાવ્યું હતું કે નર્મદા ડેમના દરવાજા લાગી ગયા પછી પાણી બિલકુલ છૂટ્યું નથી સરકાર પાણીનો સંગ્રહ ખેડૂતો માટે નહિ પણ ઉદ્યાગપતિઓ માટે કરી રહી છે. નર્મદા બંધના સરદાર સરોવરમાં ખુબ પાણી છે જેને વહેતું રાખવા જેવું છે જેનાથી જળચર પ્રણીઓને જીવતદાન મળે, કિનારે રહેતા ખેડૂતોને પાણી મળે તેમના કુવા રિચાર્જ થાય, ભરૂચ વિસ્તારમાં નર્મદામાં પાણી ના હોવાને કારણે બેક વોટર આવતા ભરૂચના 100થી વધુ કિલોમીટર અંદર ખારું પાણી આવી જતા ટીડીએસ 4500 થી વધુ વધી ગયો, ખારાશને કારણે જમીનો નષ્ટ થઇ ગઈ ત્યારે માછીમારો પણ હાલ ભૂખે મારી રહ્યા છે તેમની રોજગારી છીનવાઈ ગઈ છે ત્યારે નર્મદામાં પાણી છોડવું જરૂરી બન્યું છે, માટે અમે નર્મદા બચાવ આંદોલન ચલાવી રેલી કાઢીશુ અને સરકારને રજુઆત કરીશું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




