આજથી રાજપીપળા નગરપાલિકાના 140 જેવા સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા

0
47

રાજપીપળા નગરપાલીકા સહીત સમગ્ર ગુજરાતના વાલ્મિકી સફાઈ કામદારોની આજથી અચોક્કસ મુદતની હડતાલ

રાજપીપળા : 5 માર્ચથી રાજપીપળા નગરપાલિકા સહીત સમગ્ર ગુજરાતમાં વાલ્મિકી સફાઈ કામદારો એ હડતાલનું રણસીંગુ ફૂંકી સરકાર સામે પોતાની પડતર માંગણીઓ મૂકી ચૂંટણી પેહલા બાંયો ચઢાવી છે ત્યારે વર્ષો થી માંગણીઓ ટલ્લે ચઢાવતી સરકાર હવે શું કરે છે એ જોવું રહ્યું .

વાલ્મિકી સમાજ રાજપીપળાના પ્રમુખ ર્ડો.કમલ ચૌહાણ કે જે સમાજના આગેવાન પણ હોય સમાજના દરેક પ્રશ્નોને હલ કરવા હંમેશા સક્રિય રહ્યા છે તેમની સાથે વાલ્મિકી સમાજના કાર્યકારી પ્રમુખ રોહિતભાઈ સોલંકીની આગેવાની હેઠળ રાજપીપળા નગરપાલિકાના 140 જેવા સફાઈ કામદારો 5 માર્ચ થી અચોક્કસ મુદતની હડતાલ પર જતા આજે પેહલા દિવસેજ રાજપીપળા શહેરમાં ગંદીકી જોવા મળી હતી

વાલ્મિકી સમાજે અગાઉ આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે વાલ્મિકી સમાજ ગુજરાતમાં સ્વચ્છતા રાખે છે અને નિષ્ઠા પૂર્વક સેવા કરે છે તેમ છતા સફાઈ કામદારોને પોતાના હક મળતા નથી તેમજ આ હક બાબતે અગાઉ પણ અલગ અલગ સંગઠનો ઘ્વારા આવેદનપત્ર આપવા છતાં આજદિન સુધી તેમની માંગ પર સરકારે કોઈ ઘ્યાન આપ્યું નથી જેથી ના છુટકે ગુજરાતના તમામ સફાઈ કામદારો તા.5 માર્ચથી સફાઈ કામ બંધ કરી હડતાળ ઉપર ઉતરવાના છીએ. જેના ભાગરૂપે 5 માર્ચથી રાજપીપળા નગરપાલિકાના 25 કાયમી,83 રોજમદાર અને 33 સખી મંડળના મળી કુલ 140 જેવા સફાઈ કામદારોએ નગરપાલિકા કચેરી બહાર એક મંડપમાં બેસી પોતાની માંગણીઓ બાબતે સુત્રોચાર કરી અચોક્કસ મુદતની હડતાલની શરૂઆત કરી છે.

સફાઈ કામદારોની હડતાલમાં અમે મશીનનો  ઉપયોગ કરીશું : અમિત પંડ્યા 

રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યાએ જણાવ્યું કે આજથી સફાઈ કામદારો હડતાલ પર જતા અમે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે શહેરમાં ગંદકી કે રોગચાળો ન વકરે એ માટે મશીનોનો ઉપયોગ કરીશું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY