કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એસટીની ચાર નવી 2×2 એ.સી અને સ્લીપર કોચ બસ સેવા શરુ થતા આનંદ 

0
99

એસી, સ્લીપર અને સીસી ટીવી કેમેરા થી સજ્જ અદ્યતન આ બસોમાં મુસાફરી મોંઘી થશે પણ સવલતો સારી મળશે 

સુરત, અમદાવાદ ,રાજકોટ જેવા મોટા શહેરો માંથી સ્ટેચ્યુ જોવા આવતા પ્રવાસીઓ માટે એ.સી અને સ્વીપર કોચ બસ શરુ થાત લાંબી મુસાફરી કરતા મુસાફરોમાં આનંદ 

રાજપીપળા : નર્મદા જિલ્લો પ્રવાસન ક્ષેત્રે હરણફાળ પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલ ની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કારણે આજે નર્મદા જિલ્લાનું નામ વિશ્વભર માં જાણીતું થયું હોય એક બાદ એક અદ્યતન અને નવી બાબતે આ જિલ્લો પ્રગતિ તરફ છે ત્યારે હાલ ગુજરાત એસટી વિભાગ દ્વારા પણ ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ચાર નવી એસી અને સ્લીપર કોચ બસો શરુ કરામાં આી હોવાં રાજપીપળા એસટી ડેપોના મેનેજર એન એમ કલ્યાણી એ એક મુલાકાત માં જણાવ્યું હતું .

કલ્યાણી એ બસોની માહિતી આપતા જણાવ્યું કે સુરત રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરો માંથી સ્ટેચ્યુ પર આવતા પ્રવાસીઓ માટે ખાસ બસો શરુ થઈ છે જેમાં સુરત ડેપોથી ઉપડતી કેવડિયા ની બસ વાયા રાજપીપળા થઈ ને જશે જેનો સમય સુરતથી ઉપડેલી બસ રાજપીપળા સવારે 9-45 વાગે આવી કેવડિયાથી પરત રાજપીપળા ડેપો 11-45 એ આવશે ત્યારબાદ સુરત રવાના થશે જયારે અન્ય એક સુરત ડેપોની બસ સુરત કેવડિયા જે રાજપીપળા ડેપોમાં સાંજે 5-45 વાગે આવી કેવડિયા જશે એ પરત રાજપીપળા ડેપો માં સાંજે 7-45 વાગે આવી સુરત જશે આ બંને બસો 2×2 એ .સી.છે જયારે રાજકોટ ડેપો થી શરુ થયેલી બસ 2×2 એ.સી.સ્લીપર કોચ છે જે રાજકોટ વાયા નડિયાદ,આણંદ થઈ કેવડિયાથી રાજપીપળાની છે જે રાજકોટ થી રાત્રે 10-00 વાગે ઉપડી કેવડિયા થઈ સવારે 7-00 વાગે રાજપીપળા આવશે ત્યારબાદ રાત્રે 9-30 વાગે રાજપીપળા ડેપોથી કેવડિયા,નડિયાદ ,આણંદ થઈ રાજકોટ પરત જશે. જયારે અમદાવાદ ડેપોની રાણીપ અમદાવાદ કેવડિયા બસ અમદાવાદ થી સવારે 5-45 વાગે ઉપડી કેવડિયા આવશે જે સાંજે 7-00 વાગે પરત અમદાવાદ જશે .ત્યારે આ બસ 2×2 એ.સી.હોવાનું ડેપો મેનેજરે જણાવ્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY