નર્મદા જિલ્લામાં એલસીબી એસઓજી સ્ટાફ હોવા છતાં રોજ જુગાર દારૂના અડ્ડા ક્યાંથી ઝડપાય છે…?

0
38

દરેક જિલ્લામાં પોલીસનો એકજ સુર બાતમી મળતા રેડ કરી.. તો શું પોલીસ આવા અડ્ડાઓ બાબતે બિલકુલ અજાણ હોય છે…? હવે આ સુર પણ નાટ્યાત્મક લાગે છે …?

સબ સલામતની વાતો કરતો નર્મદા પોલીસ ખાતાનો કેટલોક સ્ટાફ અંગત સ્વાર્થ માટે અધિકારીઓને ગેરમાર્ગે દોરે છે…?!

નર્મદા જીલ્લામાં પોલીસ ફક્ત કાયદો બતાવવા જ દારૂ જુગારના કેશો કરે છે…?!

રાજપીપળા : રાજપીપળા સહીત જિલ્લામાં ઘણી જગ્યાઓ પર ખાનગીમાં મોટા જુગાર ચાલે છે પરંતુ ફક્ત કેસ બનાવવાજ ગુના દાખલ થતા હોય જેમાં મુખ્ય સુત્રધારોનો તો વાળ પણ વાંકો થતો નથી…શું ક્યાં ક્યાં કોના કોના અડ્ડા ચાલે છે એ બાબતે પોલીસ અજાણ છે…? કેમ મામૂલી રકમ સાથે પંટરોને પકડી કેસ કરાય છે…? અત્યાર સુધીની રેડ માં મુખ્ય સુત્રધારો પકડ્યા હોય એવા કેશ ખાસ થયા નથી સાથે અડ્ડા પરથી રેડ દરમિયાન મળેલી રોકડ રકમ પણ અડધીજ બતાવી બાકીની રકમ ચાઉં થઈ જતી હોવાની વારંવાર વાત સંભળાઈ છે ત્યારે આ તમામ બાબતે પોીસ ખાતાં માસ્ટર માઈન્ડ કોણ હશે…? એ તાસ નો વિષય છે પણ આ તપાસ પણ કોણ ઈમાનદારીથી કરશે એ પણ એક વાત લોકો માટે હાલ સવાલ બની છે.

રાજપીપળામાં અગાઉ ચાલતા જુગારના બે મુખ્ય અડ્ડા ઘણા સમયથી બંધ બતાવતી પોલીસ શું એ નથી જાણતી કે આ માથાઓ દ્વારા રાજપીપળા ટીમ્બા ખડકી પાસે એક બિલ્ડીંગમાં તેમજ આસપાસના ગામડાઓમાં પોલીસની રહેમ નજર હેઠળજ જુના જુગારીઓ દ્વારા આ વેપલો ચાલુ છે …? જોકે આ બાબત જગ જાહેર છે છતાં આંખ આડા કાન કેમ કરાય છે..? રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં દારૂ જુગાર બંધ હોવાની વાતને પોલીસ ખાતું જો સમર્થન આપતું હોય તો એ તદ્દન ખોટી વાત છે અને જો આમ હોય તો રોજ જુગાર દારૂના અડ્ડા ક્યાંથી પકડાઈ છે…? ડેડીયાપાડા સાગબારા તરફની ચેકપોસ્ટો પરથી જતા અંગ્રેજી દારૂ બાબતે પણ પોલીસ વિભાગ બધુજ જાણતું હોય છે પરંતુ સમયાંતરે થોડો દારૂ પકડી એકાદ બે વાઉચરોની અટક કરી કેસ ઉભા કરાય છે બાકી હેરાફેરી તો બિન્દાસ થતી હોવાની વાત જગ જાહેર છે ત્યારે હવે જેતે ખાતાની મીઠી નજર કોણ દૂર કરશે…?અને આ વેપલા ગુજરાત માંથી ક્યારે બંધ થશે …? એના કરતા તો દારૂ બંધી હટાવી લાઇસન્સ વાળા બાર ખુલ્લા કરાય તો સરકારને મોટી આવક થશે અને નશો કરી રસ્તા પર ફરતા વ્યસનીઓ પણ ઘટશે કે બંધ થશે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY