લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાંથી મુકત રાખવા રાજપીપળા કોલેજના અદ્યાપકોની રજુઆત 

0
27

રાજપીપળા : ગુજરાત રાજ્યના જુદી-જુદી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોને ચૂંટણી પ્રક્રિયાની કામગીરીમાં જોડવામાં આવતા હોય છે.જેમાં અધ્યાપકો યુનિવર્સીટી દ્રારા યોજાતી પરીક્ષાઓમાં પરીક્ષાની કામગીરીમાં જોડાયેલા હોય છે.જુદી-જુદી કોલેજમાં પ્રેકટીકલ પરીક્ષાઓ યોજવાની હોય ત્યારે આ સમય દરમ્યાન ચૂંટણીઓની કામગીરી કરવાની થાય છે જેની વિધાર્થીઓના શિક્ષણ ઉપર ખૂબજ અસર થતી હોય છે. માટે વિધાર્થીઓના શિક્ષણને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મહારાષ્ટ્ર સરકાર અને ઉત્તરપ્રદેશની સરકારે અધ્યાપકોને ચૂંટણી પ્રક્રિયામાં મુક્ત કર્યા છે.સુમીમકોર્ટ પણ અધ્યાપકોને ચૂંટણી પ્રક્રિયામાં જોડાવા નહિ તેવો ચુકાદો આપેલો છે ત્યારે આ બાબતે રાજપીપળાની શ્રી એમ આર આર્ટ્સ એન્ડ સાઇન્સ કોલેજના અધ્યાપકો એ શનિવારે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત રજુઆત કરી હતી કે અમને લોકસભા- ૨૦૧૯ ની ઝૂંટણીની પ્રકિયામાથી મુક્ત કરવામાં આવે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY