ભદામ ટાઇગર ગ્રુપના કાર્યકર્તાઓ એ વૃદ્ધ મહિલાના ઘરનું વીજળીનું બિલ ભરી અજવાળું પાથર્યું  

0
112

વૃદ્ધ મહિલા પોતાના ઘરનું લાઈટ બિલ ન ભરી શકતા ટાઈગર ગ્રુપ ના સભ્યોએ મદદ કરી માનવતા બતાવી 

રાજપીપળા : નાંદોદ તાલુકાના ભદામ ગામમા રહેતા વૃદ્ધ મહિલા જુમલીબેન ધનાભાઈ વસાવા પોતાના ઘરનું વીજળીનું બિલ ભરી શકે તેવી પરિસ્થિતિ ન હોવાથી તેની જાણ ભદામ ટાઇગર ગ્રુપના કાર્યકર્તાઓને થતા ગ્રુપના બીજા યુવકોને વાત આ બાબતે જાણ કરી પૈસા એકત્રિત કર્યા અને આ મહિલાના ઘરનું વીજળીનું બિલ ભરીને તેના ઘરમાં અજવાળું કરી માનવતાની કામગીરી કરી હતી

આ બાબતે ટાઇગર ગ્રુપ નર્મદાના અધ્યક્ષ પ્રેમભાઈ વસાવાનું જણાવ્યું કે જેને મદદની જરૂર હશે ત્યાં ટાઇગર ગ્રુપ નર્મદા હંમેશા ઉભું હશે તેમજ ટાઇગર ગ્રુપમા જોડાવો અને એક પરિવાર બની લોકઉપયોગી કામ કરવા સહયોગ આપવા પણ અપીલ કરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY