રાજપીપલા : નર્મદા જિલ્લાના જાણીતા ક્રિકેટર વિશાલ પાઠક હંમેશા ક્રિકેટ ના કાર્યક્રમ માં વ્યસ્ત હોઈ છે વેલીયન્ટ ક્રિકેટ ટિમના રાજપીપળા કિંગ્સ ટિમના કેપ્ટન એવા વિશાલ પાઠક પોતાની રજા ના દિવસોમાં હંમેશા પોતાના જિલ્લાના ગામો અને જંગલ વિસ્તાર ની મુલાકાત લેતા હોય છે બને ત્યાં સુધી જ્યારે પણ ક્રિકેટ રમીને આવ્યા બાદ રજાના દિવસો હોઈ ત્યારે જિલ્લાના કોઈ એક ગામમાં જઈને ત્યાંના લોકો અને બાળકો સાથે સમય વિતાવતા હોય છે ત્યાં તેમની સાથે પોતાના ક્રિકેટ વિશે ની વાતો શેર કરતા હોય છે અને ત્યાંના બાળકો સાથે ક્રિકેટ રમીને પોતાનો સમય પસાર કરતો હોય જ્યારે આખો દિવસ ત્યાં રહી તેમની સાથે સમય પસાર કરવો વિશાલ પાઠકને ખૂબ ગમે છે એક શાંત સ્વભાવ ના વ્યક્તિ તરીકે તે ખ્યાતનામ છે જ્યારે તેઓ ગ્રાઉન્ડ પર હોઈ છે ત્યારે પણ તેઓ શાંત સ્વભાવે ટીમ સાથે રહેતા હોઈ છે જેને કારણે તેમની ટીમના ખેલાડીઓ પણ કેપ્ટન કુલ તરીકે જ બોલાવે છે હાલ માં જ વેલીયન્ટ ની કલબ ચેમ્પિયનશીપમાં પોતાની ટીમના પર્ફોર્મન્સ થી નાખુશ થયા હતા પણ તેમની ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરી કેવી રીતે સારું પર્ફોર્મન્સ કરવું તેની ટિપ્સ પણ આપી હતી સામેની ટીમના ખેલાડીઓ જે રીતે સ્લેજિંગ કરતા હોય છે તેની સામે કેવી રીતે જવાબ આપવો તેની પણ ટિપ્સ આપી હતી.સાથે આગામી દિવસો માં આવનારી ટુર્નામેન્ટ માટે વેલીયન્ટના ખેલાડીઓને શુભેચ્છા પણ પાઠવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




