નાંદોદ તાલુકાના મોટહેડવા ગામે પાણી ભરનાર વ્યક્તિ એ કચરો વાળતી મહિલાને અટકાવવા ગમે તેમ બોલતા ઝગડો થતા મામલો બિચક્યો
રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટહેડવા ગામમાં એક મહિલાને નજીવી બાબતે પાડોસી એ મુક્કા મારી બે દાંત તોડી નાખતા ફરિયાદ થવા પામી છે
પ્રાપ્ત માહિતી અનુસાર મોટહેડવા ગામમાં રહેતી હસુબેન ઇન્દ્રવદનભાઈ વસાવા ઘરના આંગણામાં કચરો સાફ કરતી હતી તે વખતે ફળિયાના નિલેશ નરપત વસાવા આંગણામાં આવેલ હેન્ડપંપ પાસે પાણી ભરતો હતો જેથી તેણે હસુબેનને કચરો વાળવાનું બંધ કર મારા પાણીમાં ધુળ ઉડીને પડશે તેમ કહી માં-બેન સમાણી ગાળો બોલતો હોય તેથી ગાળો ન બોલો અને વાંઝયણ છે તેમ ન કહો તેવું કહેતા આ કામનો નીલેશે હસુબેનના મોઢાના ભાગે ચાર પાંચ મુક્કા મારી બે દાંત પાડી નાખી જમીન ઉપર પાડી દઇ નજીકમાંથી પથ્થર લઇ ફરીયાદીને અંગુઠા પાસેની આંગણી પાસે છુટ્ટો મારી ફ્રેકચર કરી મે.અધિક જીલ્લા મેજી.સા.શ્રીન જા.નામા.નો ભંગ કરી નાશી જઇ ગુંન્હો કરતા આ બાબતે હસુબેને આમલેથા પો.સ્ટે. માં ફરિયાદ આપતા પોલીસે નિલેશ વસાવા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



