રાજપીપળા ખાતે અખિલ હિન્દ મહિલા પરિષદના માધ્યમ થી પુત્રી વતી ભવઃનો અનોખો કાર્યક્રમ યોજાયો

0
64

રાજપીપળા શહેરમાં વર્ષ 2017-18 માં જન્મેલી 83 જેટલી દીકરીઓને લગભગ 1000 રૂપિયાની જીવન જરૂરી વસ્તુઓની કીટ આપી બેટી બચાવોના સુત્રને સાર્થક કરાયું 

રાજપીપળા : પુત્રીનો જન્મ થતા જ પહેલાના જમાનામાં પિતા નું મોઢું વિમાસણમાં મુકાઈ જતું અને કેટલીક જગ્યા એતો પુત્રી જન્મતાંજ દૂધ પીતી કરવાના કુરિવાજો પણ હતા પરંતુ હવે જમાનો બદલાયો છે અને પુત્ર પુત્રી ના ભેદભાવ દૂર થયા છે ત્યારે પુત્રી પણ પુત્ર સમોવડી બનતી જાય છે સરકાર પણ બેી બચાઓ બેટી પઢાઓના નારા સાથે આગળ વધી રહી છે ત્યારે સ્ત્રી ભ્રુણ હત્યાની વાતો હવે ભૂતકાળ બનતી જાય છે એ ટાણે રાજપીપળામાં સૌથી જૂની ગણાતી સ્ત્રી શશ્ક્તિ કરણનું ઉદાહરણ સમી અખિલ હિન્દ મહિલા પરિષદ રાજપીપળા શાખા દ્વારા એનઆરઆઈ મહેશભાઈ પરીખ અને ભારતીબેન પરીખના સૌજન્ય થી અનોખો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ પુત્રી વતી ભવઃ ના નામે યોજાયો જેમાં રાજપીપળા શહેરમાં વર્ષ 2017-18 માં જન્મેલી 83 જેટલી દીકરીઓને લગભગ 1000 રૂપિયાની ચીજ વસ્તુ ઓની કીટ આપવામાં આવી આ કીટમાં નાની નાની બાલિકાઓને જરૂરી કપડાં અને ખાવા પીવામાં વપરાતા સાધનો સાથે બાળકની તંદુરસ્તી વધારતા ઔષધો પણ અર્પણ કરવામાં આવ્યા રાજપીપળા શહેરમાં ન્યાત જાતના ભેદભાવ વગર આવી 83 બાળાઓને આ કીટ અર્પણ કરવામાં આવી કાર્યક્રમમાં અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ મૃદુલાબેન પરીખ તથા ઉપપ્રમુખ હેમાબેન ગાંધી તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌજન્ય દાતા દીપકભાઈ પરીખની પુત્રીઓ સંધ્યાબેન પટેલ અને લિશા શેઠ તથા મહેશભાઈ પરીખની પુત્રી દીપ્તિ પરીખનું વિશેષ યોગદાન રહ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજપીપળા ના જાણીતા ધારાશાસ્ત્રી બંકીમભાઇ પરીખે કર્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY