દેશ હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં હજુ અંધશ્રદ્ધા યથાવત છે….જાણો ક્યાં શું થયું ..

0
400

ગરુડેશ્વરના ગભાણા ગામમાં તમે મેલી વિદ્યા જાણો છો કહી હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકી 

રાજપીપળા : નર્મદા જિલ્લાના કેટલાક અંતરિયાળ ગામોમાં આજના વિજ્ઞાન યુગમાં પણ અંધશ્રદ્ધા હજુ યાથવત છે ત્યારે આવા ગામોમાં જાગૃતિ ખુબ જરીરી જણાય છે.

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગભાણન ગામમાં આવોજ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો જેમાં રણછોડભાઈ નારણભાઇ તડવીની પત્ની સાથે પોતાના ઘરે હાજર હતા તે વખતે ગામના સતીશ ઈશ્વર તડવી અને અર્જુનભાઈ નામના વ્યક્તિ એ રણછોડભાઈ ને જણવ્યું કે મારી મ્મમી બીમાર રહે છે તમો મેલી વિધ્યા જાણો છો તેને સારી કરીદો તેમ કહી ગમે તેમ મા બેન સમાણી ગાળો બોલતા તેને સમજાવવા જતા આ સામાવાળા એક્દમ ઉશ્કેરાઇ જઇ રણછોડભાઈ સાથે ઝપાઝપી કરી લોખંડની ટામી થી બરડાના મારી દઇ આ ઝગડામાં પારવતીબેન વચ્ચે પડી છોડાવવા જતા તેને પણ શરીરે સપાટા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય આ બાબતે રણછોડભાઈ એ કેવડિયા પોલીસ સ્ટેશને સતીશ અને અર્જુન વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY