સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી દરમિયાન પોલીસ અધિકારીની માનવતા 

0
79

રાજપીપળા : 8 જૂને વિશ્વ રેડક્રોસ દિવસ તથા વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં આવેલા દુનિયાની સૌથી મોટા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડોદરા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા ૭૦ જેટલા થેલેસેમિયા દર્દી બાળકોને સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બતાવવા માટે લાવવામાં આવ્યા હતા આ પ્રસંગે અહીં નર્મદા પોલીસના પીએસઆઇ કે. કે .પાઠક એ ખાસ મનાવતા ભર્યું કામ કરી આ તમામ થેલેસેમિયાના દર્દીઓને સાથે રહી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બતાવી સ્ટેચ્યુ ઓફ યુનિટી થી માહિતગાર કર્યા હતા અને જતા જતા આ તમામ થેલેસીમિયાના દર્દીઓને ચા નાસ્તો કરાવી એક પુણ્યનું કામ પણ કર્યુ હતું ઉપરાંત રેડક્રોસ સોસાયટી વડોદરાના કર્મચારીઓએ નર્મદા જિલ્લા કલેકટર આઈ.કે. પટેલ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો

પી એસ આઈ કે.કે.પાઠકે જણાવ્યું હતું કે મારી ડ્યૂટી સાથે આજે થેલેસેમિયાના બાળકો માટે સેવાનું કામ કરવાનો મને અવસર મળ્યો તે માટે હું પોતાને ભાગ્યશાળી માનું છુ. આ માટે મને નર્મદા કલેક્ટર આઈ કે પટેલ અને પ્રોટોકોલ સ્ટાફ જીગરભાઈ સુથારનો ખુબ મોટો સહયોગ મળ્યો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY