ઈન્ક્વાઇરીનું કેબીન જાણે શોભાના ગાંઠિયા સમાન હોય એમ તેનો સૂચના ચોટાડવાજ ઉપયોગ થાય છે
નવા સિવિલ સર્જન વર્ષોથી બંધ ઈન્કવાયરી કાઉન્ટર પર કર્મચારી મૂકે તે જરૂરી
રાજપીપળા :નર્મદા જિલ્લાની એક માત્ર વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં પુછપરછ વિભાગ બંધ હાલતમાં રહેતા ગ્રામ્ય વિસ્તારના અભણ દર્દીઓ ને મુશ્કેલી પડી રહી હોય સત્તાધીશો વર્ષો થી બંધ આ કેબિનમાં કોઈ કર્મચારી બેસાડે તેવી માંગ છે .
રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં હાલ મોટાભાગના ડોક્ટરો મુકાઈ ગયા છે અને ખાસ તો ઇન્ચાર્જોના ભરોસે રામભરોસે ચાલતી આ હોસ્પિટલ માં હાલ રેગ્યુલર સિવિલ સર્જન અને આરએમઓ પણ મુકાયા હોય દર્દીઓ સહીત સ્ટાફને પડતી તકલીફ મોટાભાગે દૂર થઈ છે અને સારો વહીવટ ચાલે છે પરંતુ હોસ્પિટલમાં દાખલ થતાંજ વર્ષો પહેલા ચાલતું ઈન્કવાયરી કાઉન્ટર પર વર્ષોથી તાળાં લટકતા હોય ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા અભણ દર્દીઓ ને ક્યાં ડોક્ટર ક્યાં બેસે છે લેબોરેટરી એક્સરે રૂમ સહિતની જગ્યા શોધવા સહીત અનેક તકલીફ પડતી હોય આ પુછપરછ કાઉન્ટર પર નિયમિત કર્મચારી બેસાડે તેવી માંગ ઉઠી છે .
હાલ પુછપરછ નું બંધ કેબીન જાણે સુચનાઓ મારવા માટેજ બનાવ્યું હોય એમ તેની ઉપર પાન પડીકી નહિ લાવવાના કાગળો ચોંટાડેલા જોવા મળે છે ત્યારે વર્ષો પહેલા જે આશયથી ખુલ્લું મુકાયેલું આ કેબીન ફરી ઈન્કવાયરી માટે કાર્યરત કરાય એ જરૂરી છે
ચીફ રિપોર્ટર, નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




