નર્મદા જિલ્લા આમુ સંગઠન દ્વારા જિલ્લાના 314 ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો આપવવા લોકસભા ચૂંટણીનો વિરોધ કરી ધરણા કર્યા હતા સાથે સાથે રેલી સ્વરૂપે આવેદનપત્ર પણ આપ્યું હતું.
ગુજરાત સરકારે આ મામલે નર્મદા જિલ્લા પંચાયતને જણાવતા, DDO દ્વારા ગરૂડેશ્વર, તિલકવાડા,ડેડીયાપાડા અને સાગબારા TDO ને કાર્યવાહી કરવા આદેશ આપ્યો.
રાજપીપળા : નર્મદા જિલ્લાના ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ 314 ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો મળી રહે એ માટે ગત 24મી એપ્રિલ 2019ના રોજ આગેવાનો સાથે લેખિત રજુઆત કરી હતી.એ બાદ ફરી 2/3/2019 ના રોજ નર્મદા કલેકટર,DDO અને ગુજરાત સરકારના સંબંધિત અધિકારીઓને લેખિતમાં ચીમકી આપતા એમ જણાવ્યું હતું કે 2019 લોકસભા ચૂંટણી પેહલા જો અમારી આ માંગ પુરી ન થઈ તો અમે ચૂંટણી બહિષ્કાર કરી નર્મદા જિલ્લા કલેકટર કચેરી સામે ધરણા પ્રદર્શન કરીશું.એ મુજબ નર્મદા જિલ્લા આમુ સંગઠન પ્રમુખ મહેશ સરાધ વસાવાની આગેવાનીમાં આગેવાનીએ 23મી એપ્રિલે ચૂંટણીનો વિરોધ નોંધાવી નર્મા કલેકટર કચેરીાસે ધરણા કર્યા હતા,જોકે નર્મદા કલેકટરે એમને ચૂંટણી બાદ યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા એમણે પોતાનું આંદોલન પડતું મૂક્યું હતું.
પણ છેવટે નર્મદા જિલ્લા આમુ સંગઠનનું નર્મદા જિલ્લાની 314 ગામોની ગ્રામ પંચાયતને સ્વતંત્ર દરજ્જો આપવાની માંગ મુદ્દે આંદોલન રંગ લાવ્યું છે.ગુજરાત સરકારે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા નર્મદા જિલ્લા વહીવટી તંત્રને એક પત્ર લખ્યો છે,એ પત્રના અનુસંધાનમાં નર્મદા DDO એ ગરૂડેશ્વર,તિલકવાડા,ડેડીયાપાડા અને સાગબારા TDOને આ મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા લેખિતમાં જણાવ્યું છે.
આ મામલે નર્મદા જિલ્લા આમુ સંગઠન પ્રમુખ મહેશ સરાધ વસાવાએ જણાવ્યું હતું કે …અમારી માંગણી સરકારના ધ્યાને આવી એ સારી બાબત છે.હવે ગુજરાત સરકાર પોતાની ફરજ અદા કરવા કટિબદ્ધ બની છે ત્યારે સ્વતંત્ર ગ્રામ પંચાયતથી વંચિત ગામોના ગ્રામજનો એમની ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચને,તલાટી તેમજ TDO ને લેખિત મૌખિક રજુઆત કરી પોતાના ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો વેહલી તકે મળે એ માટે જરૂરી યોગ્ય ઠરાવ કરવા જણાવવુ જોઈએ. જો અમારી આ માંગ પુરી થશે તો આઝાદી પછી આદિવાસીઓના હક માટેની લડાઈ સૌથી મોટી જીત હશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





