137 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ હજુ અધૂરો !?

0
21

31 પહેલા તૈયાર થાય તેવી શક્યતા નહિવત ?

57 રૂમ નું સંપૂર્ણ AC 3 સ્ટાર હોટલ નું કામ 70 ટકા પૂર્ણ હજુ 30 ટકા કામ 11 દિવસમાં બનવું અશક્ય

રાજપીપળા : નર્મદા જીલ્લાના કેવડીયા ખાતે સરદાર સરોવર બંધ નજીક લગભગ 137 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 3 સ્ટાર હોટલ જેનું નામ શ્રેષ્ઠ ભારત ભવન નામ આપવામાં આવ્યું છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જ ભાગ છે ત્યારે આગામી 31 મી ઓક્ટોબરે વિશ્વની સૌથી મોટી 182 મીટર ઉંચી સરદાર વલ્લભ પટેલ ની પ્રતિમાના પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સરદાર જયંતી 2015 માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કામગીરીનો આરંભ કરાવતા આ કોન્ટ્રક એલ એન્ડ ટી કંપનીને મળ્યો છે, અને જેને આ પ્રોજેક્ટ 4 વર્ષમાં પૂર્ણ કરવાનો હતો પરંતુ આ કામ હજુ 70 ટકા જેટલું પૂર્ણ થયું છે, 31 મી ઓક્ટોબરના લોકાર્પણ કાર્યક્રમને માત્ર 11 દિવસ બાકી છે ત્યારે આ 30 ટકા કામ પૂર્ણ થશે કે કેમ એતો બનવનાર કંપની જાણે બાકી હાલ ચાલતી કામગીરીમાં 24 કલાક કામ કરે તો પણ ઇન્ટીરિયલ ડેકરેશન હજુ 3 મહિનાનો સમય લે એટલું બાકી છે માટે 31 ઓક્ટોબરે આ ભારત ભવન નહિ વીવીઆઇપીઓ ને કામ ;લાગે કે નહિ સ્થાનિક આધિકારીઓને એ વાત ચોક્કસ છે.

છેલ્લા 4 વર્ષ થી બની રહેલ સરદાર વલ્લભ ભાઈ પટેલની પ્રતિમા હાલ તૈયાર છે પરંતુ અંદરના મ્યુઝિયમ ને અન્ય કામગીરી બાકી છે જે યુદ્ધના ધોરણે ચાલુ છે પ્રતિમાના લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોટી આ સ્ટેચ્યુની મુલાકાત લેશે જે લિફ્ટ માં બેસી નજારો નિહાળશે પરંતુ જોવું એ રાહ્યુ કે 31 ઓક્ટોબર બાદ પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ખુલ્લું મુકાશે કે કેમ હજુ ઘણું બનવાનું બાકી છે એવીજ રીતે ભવન માત્ર ઈંટ પથ્થર ની ઇમારત નહી પરંતુ સરદાર પટેલના જીવન કવનની મલ્ટીમીડિયાની ઝાંખી, આઝાદીની લડતના ઐતિહાસિક પ્રકરણ, અભ્યાસ, અને સંસોધન કેન્દ્ર તેમજ રોજગારી નિર્માણ માટેના સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર જેવી બહુવિધ પ્રવૃત્તિઓ થી ધમ ધમ તું કેન્દ્ર બનવાનું છે, જેની કોઈ તૈયારી હાલ નથી ત્યારે સંપૂર્ણ બનાવામાં હજુ 6 મહિના જેવો સમય મંગાશે, હાલતો જેટલી જગ્યા પી.એમ નરેદ્ર મોદી મુલાકાત લેશે એ માર્ગ અને જગ્યા ને તૈયાર કરવા તંત્ર યુદ્ધના ધોરણે લાગી ગયું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY