રાજપીપળા વન વિભાગના અનિરુદ્ધસિંહ ગોહિલ,ફોરેસ્ટર અક્ષય પંડ્યા સહિત વન કર્મીઓએ રોડ પરનો પ્લાસ્ટિકનો કચરો જાતે સાફ કરી પર્યાવરણ બચાવવા અન્યને પ્રેરણા આપી.
રાજપીપળા :વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 5 મી જૂને કરવામાં આવે છે.નર્મદા જિલ્લામાં પણ રાજપીપળા ખાતે નગરપાલિકા અને રાજપીપળા વન વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી.રાજપીપળા પાલિકા દ્વારા નીકળેલી રેલીમાં પ્રમુખ જીગીશા ભટ્ટ,વોટર વર્કસ ચેરમેન કિંજલ તડવી,પાલિકા સદસ્ય મહેશ કાછીયા સહિતના લોકો તથા રાજપીપળા રેન્જ વન વિભાગની રેલીમાં RFO અનિરુદ્ધસિંહ ગોહિલ, ફોરેસ્ટર અક્ષય પંડ્યા સહિત મોટી સંખ્યામાં વન કર્મીઓ જોડાયા હતા.
રાજપીપળા વન વિભાગના કર્મીઓએ રેલી દરમિયાન રસ્તા પરનો કચરો જાતે સાફ કરી એનો નાસ કર્યો હતો.તો બીજી બાજુ પ્લાસ્ટિક નહિ વાપરી પર્યાવરણ બચાવવાના સંદેશો વહેતો કરવા રસ્તે પડેલી પ્લાસ્ટિકની કોથળીઓનો જથ્થો એકત્ર કરી એની હોળી કરી પર્યાવરણ બચાવવા અન્યને પ્રેરણા આપી હતી.સાથે સાથે આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કરાયું હતું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





