ગાર્ડા ટ્રસ્ટની કોલેજા નવસારી પંથકના મંદિરો છે : ગાંધીવાદી દિનકર દેસાઈ શૈક્ષણિક વિકાસ માટે કોલેજના અધ્યાપકોનો રૂણ સ્વીકાર સમારંભ યોજાયો

0
32

નવસારી, તા.૨૪
નવસારી પંથકમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે ગાર્ડા કોલેજ ટ્રસ્ટની કોલેજાનું પ્રદાન અમૂલ્ય છે. એ રૂણ ચૂકવવાના શબ્દો અને ઉર્મિ અોછી પડે છે. કોલેજની સ્થાપના કરી પારસી સમાજનું રૂણ માથે ચઢાવી જૈફ વય હોવા છતાં કોલેજના પ્રાંગણને વંદના કરી પ્રથમ આચાર્ય એ.કે. ત્રિવેદીની કાર્યશૈલી વર્ણવી ભાવવિભોર થઈ આ શબ્દો ૧૯૪૫ના પ્રથમ બેચના વિદ્યાર્થી પૂર્વ ધારાસભ્ય અને સ્વાતંત્ર્ય સેનાની દિનકરભાઈ દેસાઈએ એસ.બી. ગાર્ડા કોલેજ ટ્રસ્ટ સંચાલિત આર્ટસ-કોમર્સ સાયન્સ અને લો કોલેજના વર્તમાન તથા નિવૃત કર્મયોગી આચાર્યો અધ્યાપકો અને વહીવટી વિભાગના કર્મચારીઅોનું અભિવાદન કરવા યોજાયેલ એક શાનદાર સમારોહમાં જણાવ્યા હતા.
એસ.બી. ગાર્ડા કોલેજ ટ્રસ્ટના ચેરમેન શ્રી દારા દેબુએ સમારોહનો હેતુ જણાવતા ઉમેર્યું હતું કે ગાર્ડા ટ્રસ્ટની કોલેજના નિવૃત્ત અને વર્તમાન પરિવારના સ્નેહસેતુ સ્મરણોને વાગોળી કાયમી કરી, શુભેચ્છાઅો મેળવવાનો છે. કોલેજની સ્થાપનાનો અતિતમાં જણાવ્યું હતું કે સોરાબજી ગાર્ડા, બરજારજી પેસ્તનજી બારીયાએ તે સમયમાં રૂ.બે-બે લાખનું દાન આપ્યુ તેઅો કરોડપતિ ન હતા. સામાન્ય પરિવાર અને કરકસરથી જીવન જીવનારા હતા. આગળ જતા લો કોલેજ માટે દિનશા શેઠે લો કોલેજ માટે દાન આપ્યું. પારસી તારૂં બીજુ નામ ચેરીટી એવી કોઈ ઉદાત્ત ભાવના કામ કરી ગઈ અને કોલેજાની સ્થાપના થઈ. આજે વટવૃક્ષ છે.
ટ્રસ્ટી જાલ ગાર્ડાએ પણ સમારોહની વિભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોલેજ શિક્ષણ યશને બિરદાવીએ અને વર્ષ ૨૦૨૦માં અમૃત મહોત્સવ માટેની ભૂમિકા તૈયાર કરવાનો છે. માનદમંત્રી કેરસી દેબુએ પોતાના વિકસેલ નેતૃત્વમાં નવનિર્માણની લડતમાં અપાયેલ ફાળાને યાદ કરી ગાર્ડા કોલેજના અધ્યાપકો પ્રા. ડૉ.કે.એમ.દેસાઈ, પ્રા.પ્રમિલાબેન ભટ્ટ અને પ્રા. જશુભાઈ નાયક અને એન.એસ.એસ. પ્રવૃત્તિને જશ આપ્યો હતો.
સાયન્સ કોલેજના નિવૃત્ત ૭૮ અને વર્તમાન ૩૯, આર્ટસ કોમર્સના નિવૃત્ત ૪૭ અને વર્તમાન ૩૦ અને લો કોલેજના ૧૪ જેટલા સેવાકર્મીઅોને સેવાકાળના વર્ષોને આલેખી સ્મૃતિપદક ટ્રસ્ટીઅો યઝદી કાસદ, જીમી ગાર્ડા, જાલા ગાર્ડા, ઝુબીન ભરડા, હોરમઝ અવારી, નેવિલ દેબુ વગેરેના હસ્તે એનાયત થયા હતા. દિલીપભાઈ વૈદ, ડૉ. હિતેશ પટેલ, ડૉ. સુધાબેન પટેલ, પ્રા.જયંતિભાઈ પટેલ, પ્રા.આર.એન. ઠાકરે પ્રતિભાવ રજૂ કરી સમારોહ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઈન્ચાર્જ આચાર્યા ડૉ. ધર્મવીર ગુર્જર, ડૉ.દિનાબેન ચાંપાનેરી તથા ડૉ. શહેનાઝ બીલીમોરીયાએ ટ્રસ્ટીઅોનું અભિવાદન કર્યું હતું. પ્રા. ડૉ. મહાવીર ગોહિલ, પ્રા.કીર્તિદા વૈદ તથા પ્રા.નીલા માવલીયાએ ઉદ્ઘોષણા કરી હતી. સમારોહને ગૌરવ બક્ષવા નિવૃત્ત અધ્યાપકો દુરદુરથી સજાડે ઉપસ્થિત રહ્ના હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY