નર્મદા કલેકટર કચેરીના તત્કાલીન ડે.મામલતદાર સલીમ લોહિયા લાંચ કેસમાં નિર્દોષ જાહેર થયા.

0
560

વર્ષ 2008માં ભરૂચ ACB એ સલીમ લોહિયા વિરુદ્ધ લાંચ મુદ્દે ગુનો નોંધ્યો હતો,રાજપીપળા કોર્ટે એમને કસૂરવાર ઠેરવી સજા કરી હતી.

રાજપીપળા:નર્મદા જિલ્લાની કલેકટર કચેરી ખાતે વર્ષ 2008માં સલીમ લોહિયા ડે.મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાન એમની પર ભરૂચ ACB એ લાંચ લેવા મુદ્દે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.આ કેસનો 9 વર્ષ બાદ ચુકાદો આવ્યો જેમાં સલીમ લોહિયા લાંચ કેસમાં નિર્દોષ પુરવાર થયા છે.

મળતી માહિતી મુજબ 31/7/2008 ના રોજ ભરૂચ ACB એ નર્મદા કલેકટર કચેરીમાં ડે.મામલતદાર તરીકે ફરજ બજાવતા સલીમ લોહિયા વિરુદ્ધ પ્રિવેનશન ઓફ કરપશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.આ ગુના મામલે ACB રાજપીપળા (ફાસ્ટટ્રેક) કોર્ટમાં કેસ ચાલી જતા ટ્રાયલ કોર્ટે સલીમ લોહીયાને કસૂરવાર ગણી સજા ફટકારી હતી.

આ બાબતે સલીમ લોહીયાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતા ગુજરાત હાઇકોર્ટે સલીમ લોહીયા આ કેસમાં ષડયંત્રનો ભોગ બન્યા હોવા ઉપરાંત ગુનેગાર પુરવાર ન થતા હોવાની રજૂઆતને ગ્રાહ્ય રાખી હતી.અને આ ગુનામાં એમને નિર્દોષ પુરવાર કરતો ચુકાદો આપ્યો હતો.અત્રે એ ઉલ્લેખનીય છે કે સલીમ લોહિયા અત્યારે વકીલ તરીકે પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે

ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY