અમદાવાદ,
તા.૧૧/૪/૨૦૧૮
એએમટીએસમાં મુસાફરી કરતા ઉતારુઓ માટે સારા સમાચાર છે. આ ઉતારુઓને એક મહિના પછી લાલદરવાજા સહિતના શહેરના મુખ્ય એએમટીએસ ટર્મિનસ પર પીવા માટેનું શુદ્ધ પાણી મળતું થશે, કેમ કે તંત્ર દ્વારા ઉતારુઓની સુવિધા માટે વોટર પ્યુરિફાયર મુકાઇ રહ્યાં છે.
લાલ દરવાજા ટર્મિનસ, અખબારનગર, વાડજ, વાસણા, સારંગપુર, નરોડા, મેમ્કો અને રૂપાલી સિનેમા પાસેની રિટ્ઝ હોટલ સહિતનાં સ્થળોએ કાર્યરત એએમટીએસના કૂલરના પાણીને વોટર પ્યુરિફાયરથી શુદ્ધ કરી ઉતારુઓને ચોખ્ખું પીવાનું પાણી આપવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.
સત્તાવાળાઓ દ્વારા પ્રિ ત વોટર પ્યુરિફાયર રૂ.૧૯,૮પ૦ના ભાવથી કુલ રૂ.ર.૯૮ લાખના ખર્ચે ૧પ વોટર પ્યુરિફાયર ખરીદવાના ટેન્ડરને મંજૂરી અપાઇ છે. એકાદ મહિના પછી આ તમામ સ્થળોએ વોટર પ્યુરિફાયર મુકાઇ જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







