વાલીયા તાલુકાના કોંઢ ગામે કુટુંબીક મામાને ત્યાં રહેતી સગીર યુવતીને ભગાડી જનાર યુવાન જેલભેગો.

0
268

વાલિયા તાલુકાના પણસોલી ગામની વિધવા માતાની સગીર પુત્રી નાનપણથી તેના કુટુંબીક મામાને ત્યા એટલે કે કોંઢ ગામમાં રહેતી હતી.જેમાં કોંઢ ગામનો યુવાન અવારનવાર તેને મળતા બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.જેમાં સગીરાની બહેન પઠાર ગામે રહેતી હોય તેને ખેતીમાં ખેતીકામની જરૂર અથઁ પોતાની નાની બહેનને બોલાવી હતી.જે દિવસે આવી તેજ રાત્રીના દોઢેક વાગ્યાના આસપાસ સગીરાએ તેની બહેનને પેશાબ કરવા બહાર જાવ છું,એમ કહી બહાર નીકળતા તેને કોંઢ ગામનો યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.જેથી પરિવારના સભ્યોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો,જ્યારે સગીર વયની યુવતીની
શોધખોળ કરતા નહીં મળવાના કારણે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરાર યુલતીની માતા સુમનબેન સુરેશભાઈ વસાવાએ કોંઢ ગામનો યુવાન સુનીલ રણજીત વસાવા વિરુદ્ધ કાયદેસર ફરિયાદ આપી હતી,જ્યારે પોલીસે ઘટનાની ગંભીરતા જાણી ગુનોં નોંધી કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી,જેની તપાસ વાલીયા પોલીસ સ્ટેશનના સી.પી.આઈ ઝેડ.એન.ઘાસુરા કરી રહયા હતા.

જેમાં વધુ મળતી માહિતી મુજબ સુમનબેનના પતિના મૃત્યુ બાદ વિધવા જીવન પણસોલી ગામે ખેતમજૂરી કરી જીવન ગુજારતા હતા,જેમાં તેમને સંતાનોમાં બે છોકરીઓ જ હતી,જેમાં મોટી પુત્રી હીનાને અલ્પેશ વસાવા સાથે પઠાર ગામે પરણાવી હતી.જ્યારે નાની પુત્રીને બાળપણથી તેના ધર્મના ભાઈ કોંઢ ગામે રહેતા ચુનીલાલ બાબુભાઇ વસાવાને ત્યાં રાખી હતી,જે ત્યાં ભણીગણીને મોટી થઈ હતી.તે અરસામાં તેને ગામના જ સુનીલ રણજીત વસાવા સાથે પ્રેમસબંધ બંધાતા એકાદ વર્ષ અગાઉ પણ યુવક સગીરાને ભગાડી ગયો હતો.

ત્યારબાદ સગીરાને કોંઢ તેના મામાના ઘરેથી તેની મોટી બહેને પઠાર ગામે ખેતીનું કામ હોવાથી બોલાવી હતી.દિવસે તેને તેના મામા મૂકી ગયા અને રાત્રે દોઢ વાગ્યાની આસપાસ સુનીલ વસાવા પઠાર આવી પટાવી ફોસલાવી અને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો.જેથી સગીરાના પરીવારના સભ્યોએ શોધખોળ કરતા નહિ મળવાના કારણે અગાઉ ભગાડી ગયેલ સુનીલના ઘરે તપાસ કરતા તે નહિ મળી આવતા તેની પર અગાઉ આ સગીરાને એક વર્ષ પહેલા ભગાડી ગયેલ ત્યારે ફરિયાદ નહિ કરતા સમાધાન થયેલ હોવાથી શંકાના આધારે તેના નામજોગ કાયદેસર ફરિયાદ કરવામાં આવી હતી.જેથી પોલીસતંત્રે ગુનો નોંધી કાયદેસરની કાયઁવાહી કરતાં ફરાર યુવાનને પકડવાના ચક્રોગતિમાન કયૉ હતા.જેમાં પોલીસે સગીર વયની યુવતીને ભગાડી જનાર યુવાન સુનીલ વસાવાને વાલીયા ખાતેથી પકડી પાડી જેલભેગો કરી આગળની કાયઁવાહી હાથ ધરી હતી.જેથી પરિવારના સભ્યો સહિત સમગ્ર વિસ્તારની પ્રજામાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY