નર્મદા જિલ્લા માં વાડ જ ચીભડાં ગળે ની કહેવત સાર્થક કરતો કિસ્સો …!!

0
55

રાજપીપળા : નર્મદા જિલ્લા માં ચાલી રહેલા માટી મેટલ ચોરી બાબતે વારંવાર ફરિયાદો સંભળાય છે તેમ છતાં તંત્ર કેમ નિંદ્રા માં હોય છે એ સમજાતું નથી પરંતુ હાલ ગરુડેશ્વર માં ખુદ સરપંચની ફરિયાદ હોવા છતાં કોઈ ઉપરી અધિકારીઓ એ એમના અંગત સ્વાર્થ માટે મામલતદારે લીધેલા પગલાં પર પણ પાણી ફેરવી નાખ્યું હોવાની વાત સામે આવી છે ત્યારે કાયદાનો જો આમ કરે તો વાડ જ ચીભડાં ગળે જેવો ઘાટ કહેવાય

ગરુડેશ્વર ગ્રામ પંચાયત ના સરપંચ બાબુભાઇ વસાવા એ ગત તારીખ 4 ઓક્ટોબરે પંચાયત ના લેટરપેડ પર નર્મદા કલેક્ટર ને સંબોધીને રજુઆત કરી જેમાં જણાવ્યું હતું કે ગરુડેશ્વર ખાતે આવેલ સરકારી સર્વે નંબર 402 વાળી જગ્યા કે જ્યાં ડુંગર આવેલા છે ત્યાંથી એમ & ટી એન્ટરપ્રાઈઝ એજન્સી દ્વારા ગેરકાયદેસર માટી અને મેટલ નું ખનન થઈ રહ્યું ત્યારે નવા પેશા એક્ટ ના નિયમ મુજબ ગ્રામ પંાયત નો હકારાત્મક ઠરાવ અને અને તેના આધારે ખાન ખનીજ ખાતા ની રોયલ્ટી ભરી ને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ મેળવા બાદ નિયમો મુજબ ખનીજ કાઢવાની હોય છે ત્યારે ગત તારીખ 20 ઑગસ્ટ ના રોજ ગાર્યદેશ્વર ખાતે આવેલ સર્વે નં.402 માંથી એમ & ટી એન્ટરપ્રાઈઝ એજન્સી દ્વારા માટી નું વગર પરવાનગી એ ગેરકાયદેસર ખનન થયું હોવાનું સ્થાનિકો ની ફરિયાદ થી જાણવા મળતા ગામના સરપંચ અને આગેવાનો એ પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર ગરુડેશ્વર નો સંપર્ક કરી થળ પર જઈ તપાસ કરતા ત્યાં માટીનું ગેરકાયદેસર ખનન થતુંજ હતું જેથી મામલતદારે ખનન ના ઉપયોગ માં વપરાતી ગાડીયો મામલતદાર ઓફિસ પર લઈ જઈ એમની સામે કાયદેસર કાર્યવાહી કરે એ પહેલાજ એક ઉચ્ચ અધિકારીનો ફોન આવ્યો જેના કારણે મામલતદારે તમામ ગાડીયો અને એકેવેટર મશીન ને કોઈ પણ દંડ કે કાયદાકીય કાર્યવાહી કર્યા વિના છોડી દીધા આ બાબતે ગામના આગેવાનો એ ઘણી રજૂઆતો કરી છતાં કોઈ પરીણામ ન આવ્યું અંતે આ અજેન્સી એ છેલ્લા 30 દિવસ થી ફરી માટી મેટલ જેવા ખનીજ ખોદી લઈ જવાનું ચાલુ કરી દીધું છે એમ સરપંચ બાબુભાઇ એ એમની રજુઆત માં જણાવ્યું છે .જોકે હજુ સુધી આ એજન્સી સામે કોઈજ પગલાં લેવાયા નથી ત્યારે કલેક્ટર નર્મદા પણ કેમ આ બાબતે મૌન સેવી રહ્યા છે…? અને ક્યાં ક્યાં ઉચ્ચ અધિજરિયો ની મીલીભગત થી આ એજન્સી નિયમનું પાલન ન કરી બેફામ રીતે ખનીજ ખનન કરી રહી છે…? એ તપાસ ો વિષય છે પણ જ્યાં ખુદ ગામના સરપંચે ફરિયાદ કર્યા બાદ પણ પગં ન લેવાયા હોય ત્યાં અન્ય આેવાનો નું કોણ ંભાળશે ત્યાે આ કિસ્સા પર થી વાડ ચીભડાં ગળી જતી હોય ત્યાં ફરિયાદ કોને કરવી જેવો ઘાટ હાલ જોવા મળ્યો છે.

બૉક્ષ: એજન્સી સંચાલક નો ગોળ ગોળ જવાબ શંકાસ્પદ

એમ એન્ડ ટી એજન્સી ના સંચાલક મોન્ટુભાઈ સાથે છેલ્લા બે દિવસ થી અમારા રાજપીપળા પ્રતિનિિ એ સત્ય જાણવા પ્રયાસ કર્યો પરંતુ પેહલા દિવસે આ મહાશયે અમારી પાસે પરવાનગી ચડ હું તમને મોકલું છું એમ જણાવ્યું બાદ માં પ્રતિનિધિ ને છેલ્લા બે દિવસ થી ગોળ જવાબ આપી પોતાનો લૂલો બચાવ કરતા હોય એમ હવે ફોન ઉંચકતાંજ નથી માટે સરપંચે કરેલા આક્ષેપો સાચા હોય એમ લાગી રહ્યું છે .

ગરુડેશ્વર ના સરપંચ બાબુભાઇ એ સ્પષ્ટ જણાવ્યું કે એક વર્ષ થી આ ડુંગર વાળી સર્વે નંબર ની જ્ગ્યા પર આ ખનન કરે છે પરંતુ કોઈનું માનતા નથી કે ગાંઠતા નથી માટે અમે ઉપરી અધિકારીઓ ,ધારાસભ્ય સહીત નાને રજુઆત કરી છતાં આ એજન્સી પર કોઈ ના આશીર્વાદ હોય એમ લાગે છે અને ગેરકાયદેસર કામગીરી ચાલે છે .અમે આ એજન્સી ની ગાડીયો પક્ડી અને મામલતદાર ને બોલાવ્યા બાદ ગાડીયો છોડી મુકાઈ હતી હજુ પણ નિયમ મુજબ આ અને અન્ય કોઈ એજંસીયો પાસે એન્વાયરમેન્ટ ના સર્ટી નથી એ ગેરકાયેસર કહેવાય ત્યારે તંત્ર કેમ આંખ આડા કાન કરે છે.
અમે ખનન કરતી ગાડીયો પકડી દંડ કરી એનો અહેવાલ કલેક્ટર ને મોકલી આપ્યો હતો : મામલતદાર ગરુડેશ્વર આ બાબતે ગરુડેશ્વર મામલતદાર કે સી ચારપોટ સાથે વાત કરતા એમને જણાવ્યું કે અગાઉ અમે સરપંચ ની ફરિયાદ વખતે વાહનો પકડયા હતા એ વાત સાચી છે અને એમાં જરૂરી દંડ કર્યા બાદ વાહનો છોડ્યા હતા ત્યારબાદ આ બાબત નો અહેવાલ અમે કલેક્ટર ને મોકલી આપ્યો હતો

સરપંચ અને મામલતદાર ની વાત માં વિરોધાભાસ જોવા મળે છે પરંતુ ગેરકાયદેસર ખનન ની વાત સાચી લાગે છે ત્યારે હવે કલેક્ટરે શું પગલાં લીધા અને નર્મદા જિલ્લા માં ચાલતા આવા ગેરકાયદે ખનન કેટલી જગ્યા એ છે એ માટે તપાસ કોણ કરશે એ પણ એક સળગતો સવાલ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY