નર્મદા જિલ્લા મધ્યાહન ભોજન ના ૮૦૦ થી વધુ કર્મચારીઓ ને નવ મહિના થી પગાર ના વાંધા …!!

0
101

9 માસ માં તો બાળક પણ માની કૂખમાંથી બહાર આવે ત્યાં બાળકોનેજ ભોજન આપવાનું કામ કરતા કર્મચારીઓ ને ખાવાના ફાંફા?
જોકે ગ્રાન્ટ નહિ આવી હોવાના કારણે મોડું થયું હોવાનું કબુલતા અધિકારી ને મામૂલી પગાર માં કામ કરતા આ કર્મચારીઓની તકલીફ ક્યાં થી ખબર પડે.

રાજપીપલા:
નર્મદા જિલ્લા માં આવેલી સ્કૂલો માં ભણતા બાળકો ને ભોજન બનાવી આપવાનું કામ કરતા 800 થી વધુ કર્મચારીઓ ને છેલ્લા નવેક મહિના થી પગાર ન મળતા લોકોના બાળકોને ભોજન આપતા કર્મીઓના પોતાનાજ બાળકો ભૂખે મરે તેવી નોબત આવી પડી છે ત્યારે લાગતા વળગતા અધિકારી ના જણાવ્યા મુજબ પગાર નથી થયો એ વાત સાચી છે પરંતુ ઉપર થી ગ્રાન્ટ ન આવતા તકલીફ હતી હાલ ગ્રાન્ટ આવી ગઈ છે અને હવે પગાર થશે તેમ જાણવા મળ્યું હતું.
ત્યારે મામૂલી રકમ માં કામ કરતા આવા કર્મચારીઓ ને પડતી વારંવાર ની આવી તકલીફ માટે કોણ જવાબદાર ..? સરકાર કે જે તે ખાતાના અધિકારીઓ ..? નર્મદા જિલ્લા માં નોકરી માટે અન્ય કોઈ ખાશ વિકલ્પ ન હોય ત્યારે આર્થિક રીતે નબળા પરિવાર ના સભ્યો મજબૂરી થી કામ કરતા હોય ત્યારે એમને આટલા બધા મહિનાનો પગાર ન મળે ત્યારે તેમના ઘરના ચૂલા બંધ થવાની નોબત આવે છે માટે સરકારે મોટા અધિકારીઓ કરતા આવા નાનાં કર્મચારીઓ ના વેતન બાબતે ખાશ કાળજી રાખવી  જોઈએ .

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY